Book Title: Rajkumari Sudarshana Charitra Yane Samali Vihar
Author(s): Devendrasuri, Vijaykesharsuri
Publisher: Muktichandra Shraman Aradhana Trust
View full book text
________________ સુદના I 243 ! પિતાની હઠ ન મૂકી. લોકોની અવગણના કરી રાજા મરવા માટે શહેર બહાર આવ્યો. સૂર્ય તેટલો તાપ આપતા નથી. અગ્નિ તેવી રીતે બાળીને ભસ્મ કરતો નથી અને વીજળીને નિર્ધાત તેટલો દુ:ખરૂપ થતો નથી કે, જેટલું અવિચારી કાર્ય દુ:ખરૂપ થાય છે. રાજાની પાછળ અંતેઉરની રાણીઓ, સામત અને નગર લોકો ચાલ્યા. રાજાના આ અવિચારી કાર્યથી સેવકે દુઃખી થઈ રહ્યા છે. ધર્મી મનુષ્યો વૈરાગ્ય પામે છે, મુગ્ધ તરૂણીઓ નેત્રમાંથી અશ્રુ રેડે છે. ગીત, વાજીંત્રો બંધ કરી, ધ્વજા, છત્ર, ચામરાદિ રાજચિહ્નનો ત્યાગ કરી શહેર બહાર નંદનવન નજીક રાજા આવી પહોંચ્યો. ' રાજાને મરણથી પાછો હઠાવવા એક પણ ઉપાય ન રહ્યો. જાણી ગજશ્રેષ્ઠીએ વિચાર કર્યો કે, મહા વદi અશુભ કાર્ય કરવામાં કાળથી વિલંબ કરે તે શ્રેયકારી છે, એમ ધારી રાજાને વિનંતી કરી કે મહારાજા ! મરણ પહેલાં મનુષ્યએ પરલોક માટે કાંઈ પણ સંબળ (ભાત) સાથે લેવું જોઈએ, માટે આ ઉદ્યાનમાં દેવાધિદેવ જિનેશ્વર ભગવાનનું મંદિર છે ત્યાં જઈ આપ નમસ્કાર કરો તેમજ આ વનમાં અમીતતેજ નામના જ્ઞાની ગુરુ છે, તેમના ઉપદેશામૃતનું પાન કરી આત્માને તૃપ્ત કરે; તેથી આપને પરલોક સુખમય થશે. રાજાને તે વાત યોગ્ય લાગી. તરત જ તે તરફ વળે. જિનમંદિરમાં ભાવપૂર્વક જિનેશ્વર દેવની પૂજા, સ્તવના કરી. ત્યારપછી ત્યાં નજીકમાં રહેલા ગુરુ પાસે જઈ નમસ્કાર કરી, લજજાથી મુખ Jun Gun Aaradhak | 243 II P.PAC Gunratnasuk M.S.