Book Title: Rajkumari Sudarshana Charitra Yane Samali Vihar
Author(s): Devendrasuri, Vijaykesharsuri
Publisher: Muktichandra Shraman Aradhana Trust
View full book text
________________ સુદર્શના I 25 તે ધર્મશ્રદ્ધાન રાગ, દ્વેષરહિત, અરિહંતદેવ, પંચમહાવ્રતધારક નિગ્રંથ ગુરુ અને કરુણાથી ભરપૂર ધર્મ, આ ત્રણ તત્ત્વને અંગીકાર કરવાથી થાય છે. ચિંતામણી, કલ્પવૃક્ષ અને કામધેનુના પ્રભાવને ઓળંગી જનાર આ ધર્મશ્રદ્ધાન સમગ્ર સુકૃતના આધારભૂત છે. ઇત્યાદિ સમાચિત ધર્મદેશના આપી ગુરુ શાંત થયા. એ અવસરે હાથ જોડી નમ્રતાથી કળાવતીએ ગુરુરાજને પ્રશ્ન કર્યો કે પ્રભુ ! કયા કર્મના ઉદયથી નિરપરાધી છતાં મારી ભુજાઓ છેદાણી? ગુરુમહારાજે કહ્યું–કલ્યાણી ! સાવધાન થઈ તારે પૂર્વજન્મ સાંભળ. પૂર્વે આ ભારતવર્ષમાં અવંતી દેશમાં લક્ષ્મીથી ભરપૂર અવંતી નગરી હતી. તેમાં ચંદ્રની માફક આનંદ આપનાર નરચંદ્ર રાજા રાજ્ય કરતા હતા. ચંદ્રકળાની માફક ઉજવળ શિયળ ગુણરૂપ કળાને ધારણ કરનાર ચંદ્રયશા નામની તેને રાણી હતી. તે રાજાની પાસે પુત્રથી પણ અધિક હાલો એક રાજશક (પોપટ) હતો. તેનું વચનસાર નામ રાખ્યું હતું. નામ પ્રમાણે બુદ્ધિમાન અને બાલવામાં તે ચાલાક હતો. મણિ તથા સુવર્ણ જડિત પાંજરામાં રાખી. ઉત્તમ ખાનપાનથી રાણી તેનું પાલન કરતી હતી. રાણી તેને ઉત્તમ કાવ્યાદિ સંભળવાતી હતી. શુક તે કાવ્યાદિ તરત મેઢે બોલી જતો હતો. આથી રાણીનો પ્રેમ તે શુક પર એટલો બધે વચ્ચે હતો કે તે સિવાય ઘડીભર પણ રહી શકતી ન હતી. | 251 || Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak T