Book Title: Rajkumari Sudarshana Charitra Yane Samali Vihar
Author(s): Devendrasuri, Vijaykesharsuri
Publisher: Muktichandra Shraman Aradhana Trust
View full book text
________________ સુદર્શના - 283 II પિતાના મરણ સમયે તેણે રૈલોક્યવિજય નામનો મંત્ર આ કાપાલિકને આપ્યો. અને એકસો આઠ રાજાના બલિદાન આપવાથી તે મંત્ર સિદ્ધ થશે વિગેરે વિધિ બતાવી. આ દુષ્ટ વિદ્યાના ઉપાસક આ કાપાલિકે કલિંગાદિ અનેક દેશના રાજાઓને આવા જ બહાનાઓથી મારી નાંખ્યા છે. ઈત્યાદિ સર્વ વૃત્તાંત રાજાને જણાવી, દેવી અદશ્ય થઈ ચાલી ગઈ દેવીનું દર્શન, પિતાને અજબ રીતે બચાવ, કાપાલિકનું મરણ અને પુત્રનું વરદાન ઈત્યાદિ લાભથી હર્ષ પામતો રાજા શહેરમાં આવ્યો. રાજા મહેલમાં આવીને પલંગ પર સૂતો કે તરત જ રાણી ચંપકમાલા રાજા પાસે આવી, નમ્ર વચનોથી બોલવા લાગી. અહા ! સુખીયાં મનુષ્ય શાંતિથી સૂવે છે. રાજાએ કહ્યું : સુંદરી! આ અવસરે આવવાનું શું પ્રયોજન? વળી તારું હૃદય અત્યારે વિશેષ હર્ષવાળું જણાય છે, એ મારું કહેવું શું સત્ય છે? રાણીએ નમ્રતાથી ઉત્તર આપ્ય: સ્વામીનાથ ! અત્યારે આપની પાસે આવવાનું માને પ્રોજન આપ શાંતિથી સાંભળશે, હું શાંતપણે સૂતી હતી તેવામાં મને એક સ્વપ્ન આવ્યું છે. તે સ્વપ્નમાં સરલ, ઊંચે કિંકણીઓના શબ્દવાળા, સર્વ જીવોને આનંદ આપનાર, મહામંગળકારી એક સુંદર ધ્વજ મારા જેવામાં આવ્યા છે. આ સ્વપ્ન આપને કહેવા આવી છું. આનું ફળ મને શું મળશે? આ સ્વપ્ન સાંભળતાં જ દેવીનાં વચનોને યાદ કરી, રાજા આનંદસમુદ્રમાં તરવા - II 283 | by Ac. Gunratnasur M.S.