Book Title: Rajkumari Sudarshana Charitra Yane Samali Vihar
Author(s): Devendrasuri, Vijaykesharsuri
Publisher: Muktichandra Shraman Aradhana Trust
View full book text
________________ સદના શાંતિ મળે છે. તે શાંતિ મને આપ સિવાય કેઈ સ્થળે મળનાર નથી. રાજકુમાર-પ્રિયા ! તમારો વિચાર સાથે આવવાનું છે તે જલદી તૈયાર થાઓ. આપણે અત્યારે જ અહીંથી નીકળી જઈએ. કોઈને કહેવા પૂછવાની જરૂર નથી. રાણી તરત જ પિતાના બન્ને નાના પુત્રોને સાથે લઈ કુમાર પાસે આવી ઊભી. રાજકુમાર તરત જ એક દિશાને ઉદ્દેશીને તેઓ સાથે, શહેર છોડી જંગલ ભણી ચાલ્યા ગયા. રસ્તામાં રાણી પિતાના મનમાં ચિંતા કરતી હતી. અહો ! કયાં રાજ્યનું ઉત્તમ સુખ? સ્નેહીઓની પ્રસન્નતા? અને ઉત્તમ ભેગેની નિકટતા? સર્વ વસ્તુ એક કાળે નષ્ટ થઈ? શું વિધિનું વિલસિત? કર્મની કેવી વિષમતા ? રાજકુમાર દુ:ખને બીલકુલ વિચાર નહિ કરતો તેમ મુખના ચહેરાને પણ નહિ બદલાવને, વિખવાદ વિના પ્રસન્ન ચિત્ત આગળ ચાલ્યો જાય છે. કહ્યું છે કે वसणे विसायरहिया संपत्तीए अणुरत्ता न हुँति / मरणे वि अणुविग्गा साहससारा य सप्पुरिसा // સાહસને જ સારભૂત માનનાર સતપુરુષો, કષ્ટ પડયાં વિખવાદ વિનાના, સંપત્તિમાં રાગ વિનાના અને મરણ વખતે ઉદ્વેગ વિનાના હોય છે. કુમારના જવા પછી જેમ સિંહ વિનાની 1 Ac. Gunratnasun MS Jun Gun Aaradhak