Book Title: Rajkumari Sudarshana Charitra Yane Samali Vihar
Author(s): Devendrasuri, Vijaykesharsuri
Publisher: Muktichandra Shraman Aradhana Trust
View full book text
________________ સુદના ક ને 309 { બુદ્ધિમાં બૃહસ્પતિને જીતનાર, અતિસાગર નામે તેને પ્રધાન હતા. સોમચંદ્ર રાજાની સીમા (રાજ્યની હદ) પાસે વસંત નામના રાજાનું રાજ્ય હતું. અતિ તીવ્ર લોભ જેમ ગુણસમૂહનો નાશ કરે છે તેમ આ સીમાડાને રાજા, સોમચંદ્રના દેશને નાશ કરતો હતો. રાજા સેમચંદ્ર તેનો નિગ્રહ કરવાને સમર્થ હતો તથાપિ કેઈ કારણથી તેની ઉપેક્ષા કરતો હતો. એક દિવસે વસંતઋતના સમયમાં રાજાને જણાવવા નિમિત્ત પ્રધાને કહ્યું કે મહારાજા ! બહાર ઉદ્યાનમાં હય, ગજ, રથ અને યોદ્ધાઓના સમુદાયથી પરિવરેલો વસંત રાજા (વસંતઋતુ) આવ્યો છે. આપને જેમ યોગ્ય લાગે તે પ્રમાણે કરો. પ્રધાનના મુખથી આ શબ્દ સાંભળતાં જ સંગ્રામ કરવાને મહાન ઉત્સાહ ધારણ કરતા રાજાએ. શત્રઓના સમુદાયને કંપાવનારી ભેરી તત્કાળ વગડાવી. ભેરીને શબ્દ સાંભળતાં જ સર્વ સૈન્ય તૈયાર થઈ આવી મળ્યું. રાજા પણ ગજારૂઢ થઈ પ્રધાન સહિત જ્યાં આગળ ચાલે છે તેવામાં ઘણી ઝડપથી દોડતા આવતા એક પુરુષ પ્રધાનને વધામણી આપી. પ્રધાન ! ચક્રપુરના રાજ જયસેન પાસે રાજ્યકાર્ય માટે તમારા પુત્રને મોકલવામાં આવ્યો હતો તે કાર્ય સંપૂર્ણ કરીને અહીં આવે છે. આ વધામણીથી પ્રધાન ખુશી થયો. વધામણી લાવનારને તુષ્ટિદાન આપી વિદાય કર્યો. પુત્ર ઘણા દિવસે આવતા હોવાથી તેને મળવાની ઉત્કંઠાથી પ્રધાને તેને મળવા જવા માટે રાજા - ~ ~ -- AC Gunratnasuri MS. Jun Gun Aaradhak ?