Book Title: Rajkumari Sudarshana Charitra Yane Samali Vihar
Author(s): Devendrasuri, Vijaykesharsuri
Publisher: Muktichandra Shraman Aradhana Trust
View full book text
________________ સુદર્શના ! 291 . પુત્ર પિતામહ (બારમાં ફરવા લાગ્યો. શહેર રજાનો આદેશ થતો રાજકમાર પણ અખંડિત પ્રમાણે ચાલતાં, મયૂરની માફક રાહ જોઈ રહેલાં માતાપિતાને નવીન મેઘની જેમ આવી મળે. રાજાએ પ્રવેશ–મહોચ્છવ કર્યો. નવોઢા રાણી સાથે માતા-પિતાને પગે પડયો. રાજા, રાણીએ ઉત્તમ આશીર્વાદ આપ્યો. બીજે દિવસે સામંતાદિ રાજવણ અને પ્રજાવર્ગની સભા ભરી, રાજાએ નરવિક્રમ કમારને યુવરાજપદે સ્થાપન કયો. | નાના પ્રકારના વૈભવવાળા પાંચ ઇન્દ્રિયના સુખનો અનુભવ કરતાં ઘણી વખત નીકળી ગયે. એ અરસામાં રાણી શીળવતીએ કુસુમશેખર અને વિજયશેખર નામના બે કુમારને જન્મ આપ્યો. આ પુત્ર પિતામહ (બાપના બાપ )ને વિશેષ પ્રિય થયા. એક દિવસે આલાનથંભનું ઉમૂલન કરી પટ્ટહાથી સ્વેચ્છાએ નગરમાં ફરવા લાગ્યો. શહેરમાં મોટે કોલાહલ મચી રહ્યો. રાજાએ તેને બિલકુલ પ્રહાર કર્યા સિવાય પકડવાની આજ્ઞા કરી. રાજાનો આદેશ થતાં અનેક શુરવીર બુદ્ધિમાન મનુષ્ય તેને પકડવા દોડયા. પણ તેને પ્રહાર કર્યા સિવાય પકડવાની કોઈની હિમ્મત ચાલી નહિ. સ્વતંત્રપણે નગરમાં ફરતાં જે દેખે તેને મારતે કે તેડતો અનેક અનર્થ કરવા લાગ્યો. તેટલામાં ગર્ભના ભારથી મંદપણે ચાલતી એક યુવાન બાળાને હાથીએ સૂંઢમાં પકડી. તે સ્ત્રી પિકાર કરવા લાગી કે-હે તાત ! ભ્રાત ! રાજ! આ દુષ્ટ હાથીથી મારું રક્ષણ કરો. હા! આ પૃથ્વી પર કઈ વીરપુરુષ નથી કે આ નિર્દય હાથીથી મારું રક્ષણ કરે. ( આ પ્રમાણે કરણુસ્વરે વિલાપ કરતી, ભયથી ત્રાસ પામતી, ભયબ્રાંત નેત્રવાળી અને Sun Gun Aaradhak P. AcGunratnasuri M.S. | 291 .