Book Title: Rajkumari Sudarshana Charitra Yane Samali Vihar
Author(s): Devendrasuri, Vijaykesharsuri
Publisher: Muktichandra Shraman Aradhana Trust
View full book text
________________ ઇદના વિષ્ણુકુમારે પિતાની મૃદુ વાણીથી નમુચોને ધર્મ સંભળાવ્યો અને છેવટમાં જણાવ્યું કે–રાજન ! આ મુનિઓ તમારા શહેરમાં ચાતુર્માસ રહ્યા છે. તેઓને રહેવા માટે રજા આપવી જોઈએ. ચોમાસામાં તેમને વિહાર કરવો કપતો નથી. વળી પૂર્વના ભરત, સગરાદિ અનેક રાજાઓએ મુનિઓનું પૂજન યાને સન્માન કરેલું છે. શ્રમણનું રક્ષણ કરવાથી તેમના કરેલા તપને ષષ્ટાંશ (છઠ્ઠો ભાગ) રાજાને મળે છે. ચોમાસામાં ઝીણા જીવોની ઉત્પત્તિ વિશેષ થવાથી, તેમની વિરાધના થવાના ભયથી તેઓ વિહાર કરતા નથી. વર્ષાકાળ પૂર્ણ થવાથી તેઓ પોતાની મેળે જ અન્ય સ્થળે ચાલ્યા જશે. ઈત્યાદિ મધુર વચનેવડે તે મુનિએ નમુચિને ઘણો સમજાવ્યો પણ મિથ્યાત્વથી આચ્છાદિત બુદ્ધિવાળા તેણે પોતાનો કદાગ્રહ ન જ મૂકયો. * વિશેષમાં તેણે કહ્યું : પાપ, પુન્યમાં તમે સમજો. મને તમારા ષષ્ટાંશની કાંઈ દરકાર નથી. મારે દેશ મૂકી હમણાં જ ચાલ્યા જાઓ. વિષ્ણુકુમારે કહ્યું કે જો તમારી મરજી હોય તે શહેરની બહાર ઉદ્યાનમાં રહી વર્ષાકાળ સંબંધી અવશેષ દિવસ પૂર્ણ કરે. લાલ નેત્રો કરી નમુચો બાલ્યા : અરે ! વધારે કહેવા સાંભળવાની હું જરૂર ધારો નથી. હું તેમની ગંધ પણ સહન નહિ કરું. છવિતવ્યની ઇચ્છા હોય તો તત્કાળ મારો દેશ મૂકી ચાલ્યા જાઓ. નહિતર ચોરની માફક તમે સર્વને હું મારી નાખીશ. Jun Gun Aaradhak? P.P.AC. Gunratnasuri M.S. | 271 ||