Book Title: Rajkumari Sudarshana Charitra Yane Samali Vihar
Author(s): Devendrasuri, Vijaykesharsuri
Publisher: Muktichandra Shraman Aradhana Trust
View full book text
________________ સુદર્શના II 277 શ્રદ્ધાન પ્રાપ્તિની દલભતા અને તત્ત્વજ્ઞ ગુરુના સમાગમની વિષમતા, આ બાર ભાવનાઓ પ્રવચનના સારભૂત છે. પાંચ પ્રકારના જ્ઞાનાચારાદિ આચાર પાળનાર મુનિઓમાં આ ભાવનાઓ અવશ્ય હોય છે. ધર્મની આકાંક્ષાવાળા ગૃહસ્થીઓમાં પણું આંતરે આંતરે ક્ષણમાત્ર આ ભાવનાઓ હોય છે. તે ભાવનાના બળથી ગૃહસ્થીઓને પણ સંખ્યાબંધ ભવોમાં સંચય કરેલાં અસંખ્ય કર્મોનો ક્ષય થાય છે, માટે ભવપાસના વિનાશ માટે અવશ્ય આ ભાવનાઓ વિચારવા યોગ્ય છે. કહ્યું છે કે - अधणाण कओ दाणं, न तवों सीलं च मंदसत्ताणं / साहीणं सव्वेसि तु भावणा सुद्धहियथाणं // 1 // , નિધન મનુષ્ય દાન કયાંથી આપે ? મંદ હીન સવવાળા જીવોમાં તપશ્ચર્યા કે શિયાળ કયાંથી હોય? ત્યારે ભાવના તો શુદ્ધ હૃદયવાળા સર્વ જીવોને (વિચારવાની) પોતાને સ્વાધીન છે. જે સમ્યકત્વ મેક્ષનું પરમ કારણ યાને બીજભૂત છે. તે પણ એક ભાવમય છે. સિદ્ધાંતમાં આ વાત પ્રસિદ્ધ છે કે સુપરિણામત્તિ સમત્ત. શુભ પરિણામ તે સમ્યકત્વ છે. નરક અને તિર્યંચ, દેવ અને માન, સુખી અને દુઃખી, આંધળા અને બહેરાં સામાન્ય રીતે સર્વ છાનાં પાપહરણ કરનાર ભાવના ધર્મ છે. BP Ac. Guinrainasuri M.S. Jun Gun Aaradhak કી | 277 |