Book Title: Rajkumari Sudarshana Charitra Yane Samali Vihar
Author(s): Devendrasuri, Vijaykesharsuri
Publisher: Muktichandra Shraman Aradhana Trust
View full book text
________________ સુદર્શના | 272 . 272 નમુચીનાં છેવટનાં વચન સાંભળી વિષ્ણુકુમાર મુનિને ક્રોધઅગ્નિ કુરવા લાગ્યો. અરે ! મને રહેવા માટે તે જગ્યા આપીશને? નમુચિએ કહ્યું : તને રહેવા માટે ત્રણ પગ રહી શકે તેટલી જગ્યા (રાજાનો ભાઈ હેવાથી) આપું છું. આ ત્રણ પગથી બહાર નીકળે તે તારા પણ પ્રાણ તત્કાળ લેવામાં આવશે. ઠીક છે” આ પ્રમાણે કહેતાંની સાથે જ વિષ્ણુકુમારે વૈક્રિયલબ્ધિથી પોતાનું શરીર વધારવા માંડયું. પગના આઘાતથી પદ્મની માફક મેદિનીને કંપાવતે, પ્રલયકાળના સમુદ્રની માફક સમુદ્રને ઉછાળતે, પગની પહોળાઈથી સેતુબંધની માફક નદીઓના પાણીને પાછાં હઠાવો, શરીરની ઊંચાઈથી જ્યોતિચક્રને કાંકરાની માફક ફેંકતા, વક્ષ્મીકનાં શિખરો (રાફડા)ની માફક પર્વતના શિખરોને વિદારતો, સુર, અસુરને ભય ઉત્પન્ન કરતો મેરૂ પર્વત સમાન તે વૃદ્ધિ પામ્યો. નમુચિને પૃથ્વી પર પટકી, બહુ રૂપધારી, ત્રણ ભુવનને પણ ક્ષેભ પમાડતો, પૂર્વ, પશ્ચિમ સમુદ્ર પર પગ મૂકી, તે મુનિ ઊભે રહ્યો. વિષ્ણકમાર મુનિના કોપથી ત્રણ ભુવનને ભ થયેલો જાણી, ઈન્દ્ર મહારાજે તેનો કેપ શાંત કરવા કેટલીક અપ્સરાઓને મોકલાવી. તે અપ્સરાઓ વિષ્ણુકુમાર મુનિના કાન આગળ ઊભી રહી શ્રતજ્ઞાનના રહસ્યવાળું, ગાંધાર સ્વરથી મધુર સ્વરે ગાન કરવા લાગી. E: APGHIT LIMIS. Jun Gun Aaradhak Hii કે કિડની