Book Title: Rajkumari Sudarshana Charitra Yane Samali Vihar
Author(s): Devendrasuri, Vijaykesharsuri
Publisher: Muktichandra Shraman Aradhana Trust
View full book text
________________ દશના દમી છે, સ્વાધીન કરી છે, તે સ્નાન કરેલો કહી શકાય અને તે જ બાહ્ય તથા અત્યંતરથી પવિત્ર છે. ઈત્યાદિ શાસ્ત્ર યુક્ત, યુક્તિપૂર્વક સારભૂત વચનેવડે, અનેક વિદ્વાનોની સન્મુખ. આ ક્ષુલ્લક શિષ્ય પ્રધાનને નિત્તર કરી દીધો. યુક્તાયુક્તને વિચાર નહિ કરનાર પ્રધાન, નિત્તર થતાં રાજા તરફથી ઘણી લજજા પામ્યો. તે અવસરે તે પિતાના મુકામ તરફ તે ચાલ્યો ગયો. પણ રાત્રિ પડતાં સાધુઓને વધ કરવા માટે તે પાછો ઉદ્યાનમાં આવ્યો. શાસનાધિષ્ટાતુ દેવીએ તેને ત્યાં જ થંભાવી દીધો. પ્રાતઃકાળ થતાં રાજાપ્રમુખ સર્વ મનુષ્યએ તેને તેવી હાલતમાં દીઠે. દેવે પણ સત્યને સહાય આપે છે તે દેખી અનેક મનુષ્યો ધર્મને બેધ પામ્યા. રાજાએ પ્રધાનનું અપમાન કરી રાજ્યમાંથી કાઢી મૂકયો. પૃથ્વીતળ પર ભમતાં ભમતાં તે હસ્તિનાપુરમાં આવ્યો. મહાપદ્રકુમારે તેને પ્રધાન છે તરીકે પોતાની પાસે રાખે. એક વખત પોતાના રાજ્યની નજીકમાં રહેનાર સિંહબાળ નામના કિલ્લાના બળવાળા રાજાએ મહાપદ્મકમારની દેખરેખવાળા દેશમાં લૂંટફાટ કરી ત્રાસ વર્તાવ્યો. મહાપદ્મકુમારે તેને સ્વાધીન કરવા માટે નમુચી પ્રધાનને આદેશ આપે. નમુચોએ તેને કિલ્લો તોડી નાખ્યો અને II ૨૬પા Ac. Gunratnasuri M.S. Jun Guit Aaradnak list