Book Title: Rajkumari Sudarshana Charitra Yane Samali Vihar
Author(s): Devendrasuri, Vijaykesharsuri
Publisher: Muktichandra Shraman Aradhana Trust
View full book text
________________ સિંહબળને જીવતો પકડી મહાપદ્મકુમારની આગળ લાવી મૂકો. મહાપદ્રકુમારે ખુશી થઈ નમુચીને કાંઈ પણ માંગવા માટે જણાવ્યું. પ્રધાને જણાવ્યું: આ આપનું વચન હાલ આપની સુદર્શના પાસે રાખો. મને જરૂર હશે તે અવસરે માંગીશ. કુમારે તેમ કરવાને ખુશી બતાવી. એક દિવસે જવાળાદેવીએ રથયાત્રા નિમિત્તે એક રથ બનાવરાવ્યું. તે દેખી તેની બીજી શકય રાણી લક્ષ્મીદેવીએ બ્રહ્માના નિમિત્તે એક રથ બનાવરાવ્યું. લક્ષ્મીદેવીએ રાજાને કહ્યું : શહેરની અંદર પહેલો મારો રથ ફરવા જોઈએ. જવાળાદેવીએ જણાવ્યું છે મારે રથ પહેલો ન નીકળે તો મારે ભેજનને ત્યાગ કરો. બન્ને રાણીઓમાં આવો વિવાદ થયેલો જાણી રાજાએ મધ્યસ્થપણે રહી, બને છે આ શહેરમાં ફરતાં અટકાવ્યા. પોતાની માતાનું અપમાન થયેલું જાણું મહાપદ્રકુમાર રાજાથી રીસાઈ દેશાંતરમાં ચાલ્યો ગયો. દેશાંતરમાં ફરતાં પૂર્વ સુકૃત્યના ઉદયથી અનેક વિદ્યાધરોની રાજકન્યા પર. ચૌદ રત્ન પ્રાપ્ત થયાં. અનુક્રમે છ ખંડ પૃથ્વી સ્વાધીન કરી પાછો હસ્તીનાપુરમાં આવ્યું. માતપિતાને ઘણો હર્ષ થ. એક દિવસે સવતાચાર્ય મુનિ ત્યાં આવી સમવસર્યા. પદ્મોત્તર રાજા પરિવાર સહિત વંદન કરવા ગયે. વંદન કરી ધર્મ શ્રવણ નિમિત્ત આચાર્યશ્રી સન્મુખ બેઠો. ગુરુવર્યો પણ સંસારસુખની ભાવી દુઃખમયતા, અને આત્મિક સુખની સુખમયતા વિષે અસરકારક ઉપદેશ | 266 Ac Gunratnasun MS Jun Gun Aaradhak Tree