Book Title: Rajkumari Sudarshana Charitra Yane Samali Vihar
Author(s): Devendrasuri, Vijaykesharsuri
Publisher: Muktichandra Shraman Aradhana Trust
View full book text
________________ સુદર્શના # 2 જાતિ, કુળ, રૂપ, બુદ્ધિ, સ્વજન, અને લક્ષ્મીરહિત છતાં તીવ્ર તપશ્ચર્યા કરનાર (નદીષેણની માફક) દેવ પણું ભક્તિ બહુમાનથી સેવા કરે છે. ત્રણ જગતના દર્પને ભેદનાર કંદપને પણ તપશ્ચર્યાવડે જ દર્પ દૂર કરી શકાય છે. અશ્વદમન કરનારની માફક ઈન્દ્રિયરૂપી ઘોડાઓ તપશ્ચર્યાથી જ દમી શકાય છે. સૂર્યના પ્રકાશવડે જેમ અંધકાર દૂર થાય છે તેમ તપશ્ચર્યાથી નાના પ્રકારના ઉપદ્રવ દૂર થાય છે. કર્મ ક્ષય કરવા અથે પોતે તપશ્ચર્યા કરવી અને તપશ્ચર્યા કરનારની ભક્તિ કરવી. સંતોષરૂપ મૂળ, ઉપશમ રૂપ મજબૂત થડ, ઈન્દ્રિયજયરૂપ મટી શાખાઓ, અભયદાનરૂપ Bii પાંદડાઓ, શિયળરૂપ પ્રવાલવાળા, શ્રદ્ધારૂપ જળથી સિંચાયેલો, સુર, નરસુખરૂપ સુગંધી પુષ્પવાળો અને મોક્ષરૂપ ફળવાળા તરૂપ કલ્પવૃક્ષ સાક્ષાત્ આદર કરનારને હિતકારી થાય છે. કહ્યું છે કે दिवोसहिरसवायं नहगमणविसापहारकामगवी // चिंतामणिकप्पतरू सिज्जंति तवप्पभावेण // 1 // દિવ્ય ઔષધી, સુવર્ણરસ, ધાતુર્વાદ, આકાશગમન, વિષાપહાર કરનાર મંત્રાદિ, કામધેનુ, ચિંતામણી રત્ન અને કલ્પવૃક્ષ ઈત્યાદિ દુર્લભ વસ્તુઓ પણ તપશ્ચર્યાના પ્રભાવથી સિદ્ધ થાય છે–પ્રાપ્ત થાય છે. Nટ Jun Gun Aaradhak Trust P.R.ACGunratnasuri M.S.