Book Title: Rajkumari Sudarshana Charitra Yane Samali Vihar
Author(s): Devendrasuri, Vijaykesharsuri
Publisher: Muktichandra Shraman Aradhana Trust
View full book text
________________ સુદર્શનારે || 262 | | ૨૬ર પણ તમારા પ્રશ્નનો ઉત્તર આપવાને સમર્થ છે, માટે તમે પૂર્વપક્ષ ગ્રહણ કરો. તેને ઉત્તર આપું છું. પ્રધાન-તમે તિથિ બાહ્ય છો તેમજ અશુચિવાનું છે, તેથી તમારી સાથે મારા જેવા બોલવું પણ યોગ્ય નથી, તે વાદની તો વાત જ શી કરવી? ક્ષુલ્લક-તમારી માન્યતાવાળા શાસ્ત્રના આધારે જ અમે બ્રાહ્મણ છીએ. તેમજ પવિત્ર છીએ. હું તે જ બતાવી આપું છું. તમે સાવધાન થઈને સાંભળો શાસ્ત્રમાં બ્રાહ્મણનું સ્વરૂપ શું કહ્યું છે? सत्यं ब्रह्म तपो ब्रह्म ब्रह्म चेन्द्रियनिग्रहः॥ सर्वभूतदया ब्रह्म एतत्ब्राह्मणलक्षणम् // 1 // સત્ય બોલવું તે બ્રહ્મ છે. તપ કરવો તે બ્રહ્મ છે. ઇંદ્રિયોનો નિગ્રહ કરવો તે બ્રહ્મ છે . અને સર્વ ભૂત-પ્રાણીઓની દયા કરવી તે બ્રહ્મ છે, આ લક્ષણે જે મનુષ્યમાં હોય તે બ્રાહ્મણ છે. આ ચારે લક્ષણે અમારામાં છે માટે અમે જ બ્રાહ્મણ છીએ. (પવિત્રતાનું લક્ષણ તમારા શાસ્ત્રમાં આ પ્રમાણે કહ્યું છે.) पंचैतानि पवित्राणि सर्वेषां धर्मचारिणां // अहिंसा सत्यमस्तेयं त्यागो मैथुनवर्जनम् // 1 // Ac: Gunratnasuri MS Jun Gun Aaradhak Tu