Book Title: Rajkumari Sudarshana Charitra Yane Samali Vihar
Author(s): Devendrasuri, Vijaykesharsuri
Publisher: Muktichandra Shraman Aradhana Trust
View full book text
________________ દશના આ + 29 પિતાના હાથ કાપ્યા પછીની સર્વ હકીકત જણાવી. તે સાંભળી રાણીના શિયળ વિષે રાજાને મોટું આશ્ચર્ય ઉત્પન્ન થયું. રાજાએ કહ્યું : દેવી! મારા આ સાહસ કતવ્યથી આ જગતમાં મારો અપયશનો પટહ અને તારા દઢ શિયળથી શિયળ ગુણની ઉજજવળ યશપતાકા, નિરંતરને માટે આ દુનિયામાં ફરકયા કરશે. કરુણાસમુદ્ર ગુરુમહારાજના કહેવાથી મને તારા સમાગમની આશા થઈ હતી અને તેથી જ હું મરણ પામ્યો નથી. કેમકે તેમ થવાથી તને વળી બીજું દુઃખ થશે. આ ભયથી જ હું જીવતો રહ્યો છે. રાણીએ કહ્યું : ધન્ય છે તે નિર્મળ જ્ઞાનને ધારણ કરનાર પૂજ્ય ગુરુવર્યને કે જેણે તમને એ શુદ્ધ બુદ્ધિ આપી. તે મહાનુભાવ મુનીંદ્ર કયાં છે? મને બતાવો, તેમના દર્શનથી મારા આત્માને પવિત્ર ક ઇત્યાદિ પરસ્પર દિલાસે આપતાં અને દિલગીરી જણાવતાં, તે નવીન સ્નગ્રંથિથી પુન:જોડાયેલાં દંપતીને રાત્રિ ક્ષણવારની માફક સમાપ્ત થઈ. સૂર્યોદય થતાં પિતાના ષકર્મથી નિવૃત્ત થઈ તે દંપતી (સ્ત્રી ભરથાર) અમીતતેજ ગુરુ પાસે આવી પહોચ્યાં. ગુરુવર્યને વંદના ! કરી ઉચિત સ્થાનકે બેઠાં. ગુરુશ્રીએ પણ અવસર ઉચિત શિયળગુણની શ્રેષ્ઠતાવાળી ગંભીર દેશના આપી. P.P.Ac. Gunratrasuri M.S. Jun Gun Aaradhak