Book Title: Rajkumari Sudarshana Charitra Yane Samali Vihar
Author(s): Devendrasuri, Vijaykesharsuri
Publisher: Muktichandra Shraman Aradhana Trust
View full book text
________________ સુદર્શના || 247 અતિ દારુણ દુ:ખ અનુભવ્યું છે, પણ આથી અનંતગણું દુ:ખ પોતાની અજ્ઞાનતાથી રાજા અત્યારે અનુભવે છે. તે ગુરુશ્રીના વચનથી તમારી મળવાની આશાએ જ જીવતો રહ્યો છે. “તમે જીવતાં છો?” આ સમાચાર જે રાજાને આજે નહિં મળે તો, તે અગ્નિમાં પ્રવેશ કરી નકકી મરણ પામશે, માટે બહેન ! વિચાર નહિ કર. તૈયાર થા કાળક્ષેપ કરવાનો વખત નથી. રાજાને તેના કર્તવ્યને બદલે મળી ચૂકયો છે. આ રથ ઉપર આરૂઢ થા. અત્યારે આ જ કર્તવ્ય શ્રેયસ્કર છે. રાજા મરવાને માટે તૈયાર થયો છે. આ શબ્દ સાંભળતાં જ કળાવતી તેને મળવાને માટે તૈયાર થઈ. કુલાંગનાઓને આ જ ધર્મ છે કે પ્રતિકૂળ પતિનું પણ હિત જ કરવું. કુળપતિને નમસ્કાર કરીને કળાવતી રથમાં આવી બેઠી. થોડા જ વખતમાં રથ નગરની બહાર રહેલા રાજાના આવાસ પાસે આવી પહોંચ્યો. સંપૂર્ણ શરીરવાળી પિતાની વલ્લભાને દેખી રાજાને ઘણે હર્ષ થયા, તથાપિ લજજાથી તે એટલો બધો નમ્ર થઈ ગયા કે વિશેષ વખત રાણીના સભખ તે જોઈ ન શકયો. તે વખતે તારામેળાપ કરી રાણીને પટાવાસમાં (તંબુમાં) મોકલવામાં II 247 | આવી. આખા શહેરમાં રાણી આવ્યાની વધામણી ફેલાઈ ગઈ, વાજી2 વાગવાં શરૂ થયાં, મનોહર ગંધર્વ અને સુર્યના શબ્દો સાથે રાજાએ સંધ્યાકર્તવ્ય સમાપ્ત કર્યું. સામંત, મંત્રી અને પ્રલોક આનંદ અમૃતથી સીંચાયા. યાચકોને દાન અપાયાં. સામંત પ્રમુખને વિસર્જન કરી Jun Gun Aaradhak Trust P.P.AC Gunratnasuri M.S.