Book Title: Rajkumari Sudarshana Charitra Yane Samali Vihar
Author(s): Devendrasuri, Vijaykesharsuri
Publisher: Muktichandra Shraman Aradhana Trust
View full book text
________________ સુદર્શના // 245 ઉત્પન્ન થયેલા દુ:ખનું નિવારણ ધર્મથી ઉત્પન્ન થયેલું પુન્ય છે. જો તું દુઃખથી ત્રાસ પામ્ય હોય તો જિનેશ્વર ભગવાનની આજ્ઞા મુજબ ધર્મને આદર કર. હે રાજન્ ! વળી હું મારા જ્ઞાનથી જાણીને તને કહું છું કે-ધમમાં પરાયણ થતાં નવીન ભુજાવાળી રાણી કળાવતીને તને થોડા જ દિવસમાં મેળાપ થશે. વળી આ દુનિયામાં અધિક મહોદય પામી ઘણા વખત પર્યત રાજ્યનું પાલન કરી, અંતમાં તું નિર્દોષ ચારિત્રધર્મ પામીશ, માટે મરવાને દુરાગ્રહ મૂકી દઈ એક જ દિવસ મનને સ્થિર કરી ધર્મમાં નિશ્ચળ થા. તેથી તને મારા કહેવાની કોઈ પણ પ્રતીતિ થાય તો પછી તને જેમ લાગે તેમ આગળ ઉપર કરજે. ગુરુના શીતળ અને મધુર વચનેથી રાજાનું અંતઃકરણ વાસિત થયું. મોહ તથા અજ્ઞાનનું આવરણ કાંઈક ભેદાયું, ગુરુના વચન પર વિશ્વાસ રાખી, તત્કાળ મરવાનું બંધ રાખ્યું. ગુરુના વચનામૃતેનું સ્મરણ કરતા રાજા શહેરની બહાર જ રહ્યો, પ્રાતઃકાળે રાજાએ સ્વપ્ન દીઠું ફળ આપવાને તૈયાર થએલી ક૯પવૃક્ષની એક શાખા મેં સહસા કાપી નાખવાથી નીચી પડી. તે જ શાખા ફલિત થવાથી વિશેષ શોભા ધારણ કરતી પાછી તે કલ્પવૃક્ષ સાથે જોડાઈ ગઈ. 1. વ્યવહારિક ધર્મ શબ્દ અહીં વાપરવામાં આવ્યું છે. P.P.AC. Gunratnasuris | Jun Gun Aaradhakre