Book Title: Rajkumari Sudarshana Charitra Yane Samali Vihar
Author(s): Devendrasuri, Vijaykesharsuri
Publisher: Muktichandra Shraman Aradhana Trust
View full book text
________________ સુદર્શના નીચું રાખી, હાથ જોડી ગુરુસન્મુખ જઈ બેઠો, જ્ઞાનબળથી રાજાની સ્થિતિને નિર્ણય કરી, ગુરુએ ઉપદેશ આપવો શરૂ કર્યો. - રાજન ! જન્મ, જરા, મરણાદિ ખારા પાણીથી ભરપૂર અને ઈષ્ટવિયોગ, અનિષ્ટસંગાદિ વડવાનળથી બની રહેલો, આ દારૂણુ સંસારસમુદ્ર દુ:ખે પાર પામી શકાય તેવો છે. નારક, તિર્યંચ, નર, અમર આદિ ગતિઓમાં નાનાં પ્રકારનાં તીવ્ર દુ:ખ રહેલાં છે, તે દુઃખ આ જીવ અનેક વાર પામ્યો છે. આ અનંત દુઃખના હેતભૂત ક્રોધ, માન, માયા અને લોભ આ ચાર ભયંકર વિષધરો છે અજ્ઞાનતાથી આ વિષધરે જીના હૃદયને ડસે છે. તેના ડસવાથી આ જીવ કાર્ય અકાય, યુક્ત અયુક્ત, હિત અહિત ઈત્યાદિમાં મૂઢ થઈ સાર અસારને કાંઈપણ વિચાર કરી શકતો નથી વધારે શું કહેવું ? કષાયથી પરાધીન થઈ બુદ્ધિમાન પણ એવાં અકાર્ય કરે છે કે–આ જન્મમાં કે પરજન્મમાં તેને મહાનું દુઃખને અનુભવ કરવો પડે છે. હે રાજન્ ! તમે પણ કષાયને પરાધીન થઈ એક અનર્થ કર્યો છે, છતાં વળી આ પાપપર બીજો અનર્થ અજ્ઞાનતાને આધીન થઈ શા માટે આદર્યો છે? પાપથી દુ:ખ થાય છે. તે પા૫ પ્રાણને ઘાત કરવાથી થાય છે. પરના પ્રાણને ઘાત કરવાથી પણ પોતાના પ્રાણને ઘાત કરે તે અધિકતર પાપ છે. આપઘાત કરવાને આ તમારો અધ્યવસાય મહાનું દુ:ખના કારણરૂપ થશે. હે નરપતિ ! સારી રીતે વિચાર કર અને સર્વ ઠેકાણે મેહ ન પામ. પાપથી I644 Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Tr