Book Title: Rajkumari Sudarshana Charitra Yane Samali Vihar
Author(s): Devendrasuri, Vijaykesharsuri
Publisher: Muktichandra Shraman Aradhana Trust
View full book text
________________ સુદર્શના I ૨૩પ એને વલલભ દેખાય છે, અરે ! દુષ્ટ સ્ત્રીએ કપટસ્નેહથી મને વશ કરી લીધો છે. શું આ સ્ત્રીને અહીં જ હમણાં હું મારી નાખું કે–આના યારને મારી નાખ્યું. ઇત્યાદિ ક્રોધની જવાળાથી બળતો રાજા ત્યાંથી પાછો ફર્યો. અવિચારી રાજાએ સૂર્ય અસ્ત થતાં જ ગુપ્તપણે એક ચંડાળ સ્ત્રીને લાવી કેટલીક ગુપ્ત ભલામણ કરી તરત જ વિદાય કરી દીધી. થોડા વખત જવા બાદ નિષ્કરૂણ નામના સારથીને બોલાવી કહી આપ્યું કે-મારી રાણી કળાવતીને પ્રાતઃકાળે ગુપ્તપણે અહીંથી લઈને અમુક શૂન્ય અરણ્યમાં મૂકી આવવી. રાજાની આજ્ઞા માન્ય કરી પ્રાત:કાળ થતાં જ નિષ્કણ રાણીના મહેલ નીચે રથ તૈયાર કરી આવી પહોંચ્યો. રાણીને કહ્યું-આપ આ રથ પર તરત આવી બેસે. કુસુમાકર ઉદ્યાનમાં મહારાજા હાથી ઉપર બેસી ક્રીડા કરવા ગયા છે. તેમણે આપને બોલાવવા માટે મને મોકલાવ્યો છે. સરલ હૃદયવાળી રાણી પતિઆજ્ઞાને માન આપી તરત જ એકલી રથમાં આવી બેઠી. સારથીએ પવનની માફક અશ્વોને જોરથી ચલાવ્યા. રસ્તે જતાં રાણીએ પૂછયું. સારથી ! રાજા કેટલેક દૂર છે? બાઈસાહેબ! તેઓ હજી આગળ છે. આ પ્રમાણે બેલતો સારથી રાણીને એક અટવીમાં લઈ ગયે. સૂર્યોદય થયે, દિશાઓનાં મુખ વિકસિત થયાં. તેમ તેમ રાજાને ને ? દેખતાં રાણીનું હૃદય ધડકવા લાગ્યું. અરે નિષ્કરણ! અહીં ઉદ્યાન પણ નથી, અને રાજા પણ Ac. Gunratnasuri MS | 235 | # e Jun Gun Aaradnak