Book Title: Rajkumari Sudarshana Charitra Yane Samali Vihar
Author(s): Devendrasuri, Vijaykesharsuri
Publisher: Muktichandra Shraman Aradhana Trust
View full book text
________________ સુદર્શના 3 238 / 5 238 | શિયળની મલિનતા વિશે તમે સ્વને પણ સંશય ન કરશો. " સ્ત્રીઓ ક્ષણ રક્ત અને ક્ષણ વિરક્ત હોય છે ત્યારે પુરુષ પ્રતિપન્ન કાર્યને નિર્વાહ કરનાર છે.? હા! હા! આ કહેવત આજે તદન વિપરીતપણે મારા અનુભવમાં આવે છે, ઈત્યાદિ વિલાપ કરતી રાણીને દુ:ખની ગરમીથી અકસ્માત થળ પેદા થયું. તે સાથે નદીના કિનારા પર આવેલા વૃક્ષના નિકુંજમાં. દેવકુમાર જેવા પુત્રને જન્મ કળાવતીએ આપ્યો. પુત્રનું સુંદર રૂપ દેખી હર્ષના આવેશમાં બાહની વેદના અને પ્રસૂતિનું દુ:ખ થડા વખત માટે શાંત થયું. ખરી વાત છે. વિપત્તિમાં આવી પડેલાં, શોકથી ગ્રસ્ત થયેલાં અને મરવા પડેલાં મનુષ્યને પણ પુત્રરૂપ સંજીવની થોડા વખત શાંતિ આપે છે. પુત્ર સન્મુખ દેખી દીર્ધ નિ:શ્વાસ મૂકતાં રાણીએ કહ્યું : બેટા ! તારો જન્મ કૃતાર્થ થાઓ. તું દીર્ઘ આયુષ્યમાન થા, અને નિરંતર સુખી રહે. હ નિર્માગણી આવે અવસરે બીજું વધામણું શું કરું? મારા આશીર્વચન એ વધામણું માની લેજે. આ બાજુ પુત્ર તરફડતો નદીના સન્મુખ લોટવા લાગે. હાથ સિવાય કેટલીક મહેનત રાણીએ પગથી તેને રોકી રાખે. પુત્રનું રક્ષણ કરવામાં પણ પોતાનું અસમર્થપણું જોઈ રાણીને વિશેષ દુ:ખ લાગી આવ્યું. તે વિલાપ કરવા લાગી. હા! હા! નિર્દય કૃતાંત ! આટલું દુ:ખ આપવાથી પણ શું તું સતેષ પામ્યો નથી કે મારા પુત્રને પણ લઈ લેવાની તું ઈચ્છા Jun Gun Aaradhak AC Gunratnasuri MS Mahi,