Book Title: Rajkumari Sudarshana Charitra Yane Samali Vihar
Author(s): Devendrasuri, Vijaykesharsuri
Publisher: Muktichandra Shraman Aradhana Trust
View full book text
________________ સુદર્શના // 2015 છે. હવે તમે જ અમને રસ્તો બતાવે કે અમારું બાકી રહેલું આયુષ્ય અમારે કેવી રીતે પૂર્ણ કરવું? તેઓનું આયુષ્ય ઘણું જ થોડું બાકી રહેલું જાણી, રાજાએ તેમને ક્ષમાનો ઉત્તમ બોધ આપી અણુસણું કરાવ્યું. તે પક્ષીઓએ પણ ભાવથી અણુસણુ અંગીકાર કર્યું. અને પરમાત્માનું સ્મરણ કરતાં શુભ ભાવમાં આયુષ્ય પૂર્ણ કરી, બન્ને પક્ષીઓ ભુવનવાસી દેવયોનિમાં દેવપણે ઉત્પન્ન થયા. - રાજા મેઘરથ પણ પોષહ પારી, તે વિદ્યાધર અને પક્ષીઓના ચરિત્રનું વારંવાર સ્મરણ કરતાં વિશેષ વૈરાગ્ય ભાવને પામ્યો. એક દિવસે પૃથ્વીતળ પર વિચરતા ધનરથ તીર્થકર ઉદ્યાનમાં આવી સમવસય. મેઘરથ રાજા પરિવાર સહિત વંદન કરવાને ત્યાં ગયે. પ્રભુમુખથી ભગવાસથી વિરક્ત કરનારી ધર્મદેશના સાંભળી સંસારથી વિરક્ત થયો. પુત્રને રાજ્ય સેંપી તીર્થંકર પાસે સંયમનું સામ્રાજ્ય ગ્રહણ કર્યું. સંયમ યોગમાં નિરંતર ઉદ્યમવાનું થઈ દુષ્કર તપશ્ચર્યા કરવા લાગ્યો. અનુક્રમે અરિહંતાદિ વીશ સ્થાનકનું સમ્યફ આરાધન કરી તીર્થંકરનામકર્મ બાંધ્યું. બીજા પણું શ્રતવિધિ અનસાર સિહનિક્રીડિતાદિ અનેક તપ કર્યો. છેવટની અવસ્થામાં બબરતિલક પર્વત ઉપર આરૂઢ થઈ. પર્વતોની માફક દઢ ચિત્ત કરી, અણુસણુ કરવાપૂર્વક ધર્મધ્યાનની પરાકાષ્ટામાં આ દેહનો ત્યાગ કરી સર્વાર્થસિદ્ધ વિમાનમાં કપાતીત દેવપણે ઉત્પન્ન થયા. Jun Guin Aaradhaksi મે 2015 F.P. Ac: Gunrateasuri M.S.