Book Title: Rajkumari Sudarshana Charitra Yane Samali Vihar
Author(s): Devendrasuri, Vijaykesharsuri
Publisher: Muktichandra Shraman Aradhana Trust
View full book text
________________ સુદર્શના 221 પ્રગટ કરી શકતો નથી, માટે મારે દેશાંતરમાં જવું અને ત્યાં મારા ભાગ્ય અને વિજ્ઞાનની ખ્યાતિ કરવી, ઈત્યાદિ વિચાર કરી ગુટિકાના પ્રયોગથી શ્યામવર્ણવાળું પોતાનું રૂપ ધારણ કરી સ્વેચ્છાએ પૃથ્વી પર ફરવા લાગે. પતિવિયોગથી ખેદ પામેલી તમારી પુત્રી સસરાને પૂછી તમારે ત્યાં આવી રહી. પતિ વિના કુળવાન સ્ત્રીઓને પિતાનું ઘર શોભારૂપ છે. વીરભદ્ર ચાલતાં ચાલતાં સિંહલદ્વીપના રત્નપુર શહેરમાં આવી પહોંચ્યો. શહેરમાં ફરતાં શંખ શ્રેણીની દુકાન પર આવ્યો, તેની ભવ્ય આકૃતિ દેખી તે શ્રેષ્ઠીએ આદરથી બોલાવીને પૂછયું કે વત્સ ! તું કયાંથી આવ્યા છે ? વીરભદ્રે ઉત્તર આપ્યો. પિતાજી! તું તાલિસિનો રહીશ સાર્થવાહનો પુત્ર છું. પિતાથી રિસાઈને અહીં આવ્યો છું. શ્રેષ્ઠીએ કહ્યું. પિતાથી રિસાઈને આવ્યો તે ઠીક નથી કર્યું, પણ હવે તું મારે ત્યાં રહે. મારે પુત્ર નથી તે અપુત્રીયાને પુત્ર સમાન તું આ વિભવનો ઉપયોગ કર. આ પ્રમાણે કહી શ્રેષ્ઠી તેને સ્નેહપૂર્વક પોતાને ઘેર લઈ ગયો. પૂર્વ સુકૃતના ઉદયથી પોતાના ઘરની માફક વીરભદ્ર ત્યાં રહ્યો. તે નગરના રત્નાકર રાજાને ગુણવાનું અનંગસુંદરી નામની પુત્રી હતી પણ કર્મસંગે પુરુષષિણી હતી. તે રાજકન્યા પાસે શંખ શ્રેષ્ઠીની પુત્રી વિનયવતી, સખીપણાના સંબંધથી નિરંતર જતી હતી. | 211 | P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak