Book Title: Rajkumari Sudarshana Charitra Yane Samali Vihar
Author(s): Devendrasuri, Vijaykesharsuri
Publisher: Muktichandra Shraman Aradhana Trust
View full book text
________________ દર્શન 1. 2271 રાજા કેટલીકવાર એકીટશે તે ચિત્ર સામું જોઈ રહ્યો. છેવટે બોલી ઊઠ્યો. દત્ત ! શું આ તે કઈ દેવી છે? દત્ત-નહિ મહારાજા. તે માનુષી છે. રાજા–જે માનુષી છે તો આ (કન્યા) કોણ છે? અને તેનું નામ શું છે? દત્ત–મહારાજા! તે મારી બહેન છે. તેનું નામ કલાવતી છે. રાજા-તારી બહેન કેવી રીતે થાય ? દત્ત-મહારાજા ! તે પ્રબંધ જરા લંબાણથી કહેવાથી સમજાશે. રાજા–કાંઈ હરકત નહિ વિસ્તારથી જણાવ. દત્ત-મહારાજા ! પરદેશ જતાં રસ્તામાં ચેરના ભયથી, તપાસ કરતા હું સાથની આગળ ચાલતો હતો. રસ્તામાં મરણ પામેલો એક ઘોડે મારા દેખવામાં આવ્યો. તેની પાસે અમરકુમાર સમાન રૂપવાન પણ કંઠગત પ્રાણવાળો એક રાજકુમાર પડેલો હતો. હું તેની નજીકમાં ગયો. તેને પવન નાખ્યા પાણી પાયું અને મોદકાદિ ખવરાવી સ્વસ્થ કર્યો. સારી સ્થિતિમાં આવ્યા પછી મેં તેનું નામ, ઠામ અને આવી અવસ્થા પામવાનું કારણ પૂછયું. તેણે ઉત્તર આપ્યો કે હું દેવશાળપુરને રહીશ છું. મારું નામ જયસેનકુમાર છે. .PA. Gunrainasuri MS. | 27 | un Aaradhak