Book Title: Rajkumari Sudarshana Charitra Yane Samali Vihar
Author(s): Devendrasuri, Vijaykesharsuri
Publisher: Muktichandra Shraman Aradhana Trust
View full book text
________________ સુદર્શના / 214 1 વીરભદ્ર યથાતથ્ય પિતાને વૃત્તાંત જણાવતાં કહ્યું. પિતાજી! તમે કાંઈ ભય ન રાખશે. કદાચ રાજા, મારે માટે રાજપુત્રીનું પાણિગ્રહણ કરવાને આગ્રહ કરે તો ના ન કહેશે. એક દિવસ રાજસભામાં કોઈએ વીરભદ્ર સંબંધી વાર્તા જણાવી કે મહારાજા ! શંખશ્રેષ્ઠીને ઘેર તામ્રલિસિથી એક મહાન રૂપવાનું તથા ગુણવાનું યુવાન પુરુષ આવ્યું છે. અને તે સર્વ કળામાં હોંશિયાર છે. તે સાંભળી રાજાએ વિચાર્યું કે-મારી પુત્રીને લાયક તે હશે કે કેમ? સરખાંને સરખા યોગ મેળવી આપવો તે જ વિધિનું નિપુણપણું છે. એક દિવસે યુવતીના રૂપમાં રહેલા વીરભદ્ર, રાજકુમારીને એકાંતમાં જણાવ્યું કે-રાજપુત્રી ! રૂપ અને ગુણથી તથા વયથી ભરયુવાવસ્થામાં આવી છતાં તું શા માટે એકાંત અવસ્થામાં કુંવારાપણામાં જિંદગી ગુજારે છે. કુંવરીએ જણાવ્યું–તે રૂપવાનું તથા ગુણવાન માટે લાયક કઈ પણ પુરુષ જણાતો નથી. એ અવસરે વીરભદ્ર પિતાનું ખરું સ્વરૂપ પ્રગટ કર્યું. તે દેખી મેહથી વિહ્વળ થઈ રાજકુમારીએ જણાવ્યું. તમે મારું પાણિગ્રહણ કરો હું મારા મનથી તમને વરી ચૂકી છું. વીરભદ્રે કહ્યું તેમ કરવાથી લોકમાં અપવાદ થાય, માટે તમારા પિતાના આગ્રહથી તેમ કરવામાં મને અડચણ નથી. રાજકુમારીએ પિતાનો અભિપ્રાય પોતાની માતા છે 214 .. SAC Gunratnasuri M.S. Jun Gun Aaradhaik Trust