Book Title: Rajkumari Sudarshana Charitra Yane Samali Vihar
Author(s): Devendrasuri, Vijaykesharsuri
Publisher: Muktichandra Shraman Aradhana Trust
View full book text
________________ સૂના # 112 વીરભદ્ર વિનયવતીને જણાવ્યું, બહેન ! તું નિરંતર કયાં જાય છે ! વિનયવતી–રાજપુત્રી અનંગવતી મારી સખી છે. તે પુરુષàષિણી છે. હું તેની પાસે જાઉં છું. વીરભદ્ર–તેણી દિવસ કેવી રીતે પસાર કરે છે? વિનયવતી–વીણદિ વગાડવા પ્રમુખથી. વીરભદ્ર–હું તારી સાથે તેણીની પાસે આવું ? વિનયવતી–તેણી તો પુરુષનું મુખ પણ જોતી નથી. વીરભદ્ર–હું સ્ત્રીનું રૂપ ધારણ કરી સાથે આવું તો ? વિનયવતી–તેમ થાય તો પછી કાંઈ અડચણ નથી. ગુટિકાના પ્રયોગથી સ્ત્રીરૂપ ધારણ કરી વીરભદ્ર સાથે ગયે. રાજપુત્રી–સખી તારી સાથે આવેલી આ યુવતી કોણ છે? વિનયવતી–તેણી મારી બહેન છે. એ અવસરે રાજ કુંવરી પાટીયા ઉપર, પતિ વિરહથી પીડા પામેલી રાજહંસી આલેખતી હતી. તે દેખી યુવતી રૂપધારી વીરભદ્રે જણાવ્યું–રાજપુત્રી ! તમે વિરહથી વિધરિત હંસી આલેખવા માંડી છે પણ તેની દષ્ટિ આદિ વિરહાદ્રિત આલેખાયાં નથી. રાજપુત્રી–જે એમ છે તે તમે તેવાં વિરહાદ્રિત આલેખી બતાવે. આ પ્રમાણે કહી Ac. Gunratnasuri MS. Jon Gun Aaradhak { } } 112 / 1