Book Title: Rajkumari Sudarshana Charitra Yane Samali Vihar
Author(s): Devendrasuri, Vijaykesharsuri
Publisher: Muktichandra Shraman Aradhana Trust
View full book text
________________ સુદના ક. I 101 હદયમાં ધારણ કરે છે તેઓ સર્વ ગાને ત્યાગ કરી વેગીઓને પણ ધ્યાન કરવા યોગ્ય અગી થાય છે. આ આશ્ચર્ય નથી? કપાળ ! જેઓ પ્રબળ ઉત્કંઠાથી, વચનોએ કરીને તારી સ્તુતિ કરે છે તેઓ તારા રૂપને પામતાં શ્રુતકેવળીઓથી પણ સ્તવાય છે. હે દયાળુ ! જે મનુષ્ય અત્યંત હર્ષાવેશમાં અનિમિષ નેત્રોએ તને દેખે છે તેના મુખ તરફ ઈન્દ્રાદિ દેવો પણ ભક્તિથી જુએ છે. | હે નાથ ! જે મનુષ્યો તારા ચરણકમળમાં લીન થાય છે તેઓ વિમાનિક દેવને ભવ ભોગવી, વિષયસુખથી નિરપેક્ષ બની આત્યંતિક સ્વાધીન, નિર્વાણ સુખનો વિલાસ કરે છે. હે દેવાધિદેવ ! તીર્થાધિરાજ મેં મન, વચન, કાયાએ કરી આપની સ્તુતિ કરી છે. તેના બદલામાં મન, વચન, કાયાને નિરંતરને માટે અભાવ થાય તે સુખ આપવાની મારા પર કપા કર. આ પ્રમાણે તે યુવાન પુરુષે દેવાધિદેવની સ્તુતિ કરી શીળવતી તેના પહેલાં સ્તવના કરી. રહી હતી. જ્યારે તે પુરુષ પ્રભુસ્તુતિ કરીને ત્યાંથી ઊઠ્યો કે તરત જ શીળવતીએ પણ પિતાને સ્વધર્મી બંધુ જાણી આસન આપ્યું. તે પણ શીળવતીથી ઘણે દૂર નહિ તેમ નજીક નહિ તેવી રીતે તેના આપેલા વૃક્ષના પત્રના આસન પર બેઠો. II 101 | P.P Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak