Book Title: Rajkumari Sudarshana Charitra Yane Samali Vihar
Author(s): Devendrasuri, Vijaykesharsuri
Publisher: Muktichandra Shraman Aradhana Trust
View full book text
________________ સુદર્શના / 172 છે. બા વિના મારે જથળ વિન દુરાચરણથી મને ઘણી લજજા અને ઉદ્વેગ થયો છે. તેમજ તાવિક દષ્ટિથી વિચાર કરતાં આ સંસાર મને દુ:ખરૂપ ભાસે છે. આત્મપરાયણ થઈ શાંતિપદ મેળવવું તે મારું ખરું કર્તવ્ય સમજાય છે. માટે આ મારા પટ્ટદેવી અને આ રાજ્યને હું નિરંતરને માટે અત્યારે ત્યાગ કરું છું. તે રાજ્ય તને સોંપું છું. હું તેને સ્વીકાર કર. પાલક પિતાના આવાં વિરાગ્યગર્ભિત વચને સાંભળી વિજયકુમારે જણાવ્યું પિતાશ્રી ! આપ કહે છે તે જ સંસાર દુઃખમય છે. આપનું જ દષ્ટાંત લઈ મારે પણ આ સંસારને નિરંતરને માટે ત્યાગ કરે જ યોગ્ય છે. પિતાશ્રી ! એવો કોણ અજ્ઞાન મનુષ્ય હોય કે, નિર્દયતાવાળી અને કુડકપટાદિ અનેક દોષોથી ભરપૂર સ્ત્રીને જાણવા છતાં, પિતાનો આત્મા તેના ભક્ષક તરીકે તેને સેપે ? આ પ્રમાણે પિતાશ્રીને જણાવી, રાજ્યને અનાદર કરી, ચારિત્ર લેવાને ઉજમાળ થયેલો વિજયકુમાર, અપૂણ રહેલું કાર્ય પૂર્ણ કરવા નિમિત્તે આ વિમળ પર્વત પર આવ્યો. રાજા અમિતતેજે તે સદૂગુરુના સંયોગે ત્યાંજ ચારિત્ર અંગીકાર કર્યું. શીળવતીને જયવર્મ રાજાના હાથમાં સોંપી, હું તરત જ ચારિત્ર અંગીકાર કરીશ. ઇત્યાદિ મને રથ કરતાં વિજયકુમારે આ પહાડના સર્વ પ્રદેશો જોયા પણ કઈ શીળવતીની ભાળ ન લાગી. શીળવતી હાથ ન લાગવાથી કુમારને ઘણા ખેદ થયો. તે ચિંતવવા લાગ્યો કે હા ! Jun Gun Aaradhak Tu - 192 /