Book Title: Rajkumari Sudarshana Charitra Yane Samali Vihar
Author(s): Devendrasuri, Vijaykesharsuri
Publisher: Muktichandra Shraman Aradhana Trust
View full book text
________________ સુદર્શન I 15 પ્રમાણે કહીને તે વિજયકુમાર મુનિ મૌન રહ્યા. સુદર્શના ધાવમાતા સહિત વિજયકુમાર મુનિશ્રી પાસે બેઠી હતી, તે અવસરે શીળવતી કેઈ દૂરના શાંત પ્રદેશમાં બેસી જિનાર્ચન કરતી હતી. તેને ખબર પણ ન હતી કે અહીં કોઈ મહાત્મા રહેલા છે. મુનિશ્રીના મુખથી આ સર્વ વૃત્તાંત જાણી સંદશનાની ધાવમાતા કમળા દોડતી દોડતી શીળવતી પાસે આવી અને હર્ષથી વધામણી આપતી બોલી ઊઠી. અમ્મા ! તે તમારે સ્વામી વિજયકુમાર ઉગ્ર તપશ્ચર્યા કરતો અહીં જ રહેલો છે. તમે ત્યાં ચાલો. વિચાર શું કરે છે. તમે ત્યાં ચાલો. તમે જુવે તો ખરાં. શીળવતીએ ગંભીરતાથી ઉત્તર આપ્યો. સખી! આવાં ઉપહાસવાળાં વચને તમારે ન બાલવાં જોઈએ. વચનથી પણ પ્રેમબંધનમાં પડેલાંને આવાં દુ:ખો આવી પડે છે; તો મજબૂત પણ દુઃખદાઈ સ્નેહશૃંખલાથી બંધાયેલાનું તે કહેવું જ શું! હું તે મહાત્માના દર્શનાર્થે આવું છું આ પ્રમાણે બોલતી શીળવતી, કમળાની સાથે, જે સ્થળે તે વિજયકુમાર મુનિશ્રી વગેરે બેઠેલા હતા તે સ્થળે આવી. તપલક્ષ્મીથી વિભૂષિત તે મહાત્માને જોતાં જ ભક્તિપૂર્વક બહુમાનથી તેણીએ ગુરુશ્રીને વંદન કર્યું. તે મહાત્માએ પણ ધર્મની પ્રાપ્તિ થવારૂપ આશીર્વાદ આપી શીળવતીને જણાવ્યું. ૧૭પણા HAGITTIS