Book Title: Rajkumari Sudarshana Charitra Yane Samali Vihar
Author(s): Devendrasuri, Vijaykesharsuri
Publisher: Muktichandra Shraman Aradhana Trust
View full book text
________________ સુદર્શન + 198i | મૂળ કારણને સમજે છે, અને પરમાર્થને સમજવા પછી તેનાં કારણેને સંગ મેળવી પ્રયત્ન કરતાં ઘણાં થોડા વખતમાં કલિષ્ટ કર્મોથી કે દુ:ખમય સંસારથી વિમુક્ત થાય છે. આવા જ્ઞાની મનુષ્યની દેવ પણ સેવા કરે છે. આવા જ્ઞાની મનુષ્ય અ૯૫ દિવસમાં જે કર્મો ખપાવે છે, તે કર્મો ખપાવવાને અજ્ઞાની છ કરોડ વર્ષે પણ સમર્થ થતા નથી. અજ્ઞાની જીવ દુષ્કર તપશ્ચરણ અને ક્રિયાદિકમાં આસક્ત થાય છે, તથાપિ મૂળ લક્ષ્યને યા સત્ય કારણને જાણતો ન હોવાથી વારંવાર સંસારમાં પરિભ્રમણ કરે છે. | સર્વ દાનમાં મુખ્ય અને સુખના પરમનિધાન સરખા જ્ઞાનદાનને આપવાવાળા મહાપુરુષો, દુર્લભ મોક્ષસુખને પણ પોતાને સ્વાધીન કરે છે. જ્ઞાનદાન આપવાવાળા મહાત્મા પુષે, જિનશાસનને ઉદ્ધાર કર્યો એમ કહી શકાય છે. તેઓનો આત્મા સામાન્ય જીવોથી શ્રેષ્ઠ પદ પામે છે. દુનિયામાં તેની અમર કીતિ ફેલાય છે. જિનેશ્વરોએ જ્ઞાનને જિનધર્મની મુખ્ય ધુરા સમાન ગયું છે. " સમ્યકજ્ઞાનથી તત્ત્વને જાણી, બાર પ્રકારનાં પ્રબળ તપ વડે કર્મરાશિને ક્ષય કરી જી નિર્વાણપદ પામે છે. જેઓ તીર્થકરોએ કથન કરેલું જ્ઞાનદાન, કરુણબુદ્ધિથી છોને આપે છેતેઓને ધન્યવાદ ઘટે છે. તેઓને નમ-કાર થાઓ. તેઓની નિર્મળ કીર્તિ દુનિયામાં ફેલાય dun Gun Aaradhakrel / 178 II ણિ A. Sunratnasur M.S.