Book Title: Rajkumari Sudarshana Charitra Yane Samali Vihar
Author(s): Devendrasuri, Vijaykesharsuri
Publisher: Muktichandra Shraman Aradhana Trust
View full book text
________________ સુદના / 181 શ્રતજ્ઞાનનો પારગામી થયું. તેને મેગ્ય જાણી આચાર્યપદ આપી આચાર્યશ્રીએ જ્ઞાનદાનના સંબંધમાં તેને આ પ્રમાણે શિક્ષા આપી. વત્સ! આત્મગત જ્ઞાન એ એક નેત્ર છે અને ગુરુગત જ્ઞાન એ બીજું નેત્ર છે. આ બને નેત્ર વિનાનો મનુષ્ય ભવકૂવામાં પડે તેમાં કાંઈ આશ્ચર્ય નથી. માટે તમારે સ્વ-પર-તારક આ બન્ને પ્રકારના જ્ઞાનથી, સર્વ જીવોને જ્ઞાનદાન આપવા માટે નિરંતર પ્રયત્ન કરો ઈત્યાદિ શિક્ષા આપી તે ગુણવાન ગુરુએ અણુસણ કરી થોડા દિવસમાં દેવભૂમિ અલંકૃત કરી. આ નવીન આચાર્યશ્રીએ કેટલાક દિવસ પર્યત ગુરુવર્યની શિક્ષા પ્રમાણે ગ૭ની સારણ, વારણા, ચણા, પંડિચણાદિથી સારી રીતે સાર સંભાળ કરી. એક દિવસ સૂત્ર, અથોદિની વાંચ શિષ્યોને આપતાં તેને કંટાળો આવ્યો. અનેકવાર સૂત્ર, અર્થાદિના સંબંધમાં શિષ્યએ પૂછવા છતાં એક પણ પદ તેણે ન બતાવ્યું. સ્થવિરોએ તેને અનેક રીતે સમજાવ્યો પણ તે આડા આડા અન્ય અન્ય ઉત્તર આપવા લાગ્યો કે શું માસતુસાદિ સાધુઓ જ્ઞાન વિના મોક્ષ પામ્યા નથી. માટે જ્ઞાનની એટલી બધી જરૂર નથી. આ પ્રમાણે જ્ઞાનાચારની વિરાધના કરી તે આચાર્ય અનુક્રમે કાળધર્મ પામી સૌધર્મ દેવલોકમાં દેવપણે ઉત્પન્ન થયા. દેવઆયુષ્ય પૂર્ણ કરી પદ્મખંડ નગરમાં ધનંજય શ્રેણીની શિવાદેવી નામની સ્ત્રીની કુક્ષીમાં પુત્રપણે ઉત્પન્ન થયો. તેનું અનંગદત્ત એવું નામ આપવામાં આવ્યું. 2. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak | | 181