Book Title: Rajkumari Sudarshana Charitra Yane Samali Vihar
Author(s): Devendrasuri, Vijaykesharsuri
Publisher: Muktichandra Shraman Aradhana Trust
View full book text
________________ સુદના / 187 | મૂળ છે, અને દયા તે ધર્મ છે; આ વાત જગતુપ્રસિદ્ધ છે. સર્વ ને જીવિતવ્ય ઈષ્ટ છે. દુઃખી જીવોને પણ પિતાના જીવિતવ્ય ઉપર જેટલો પ્રેમ હોય છે તેટલો પ્રેમ સ્ત્રી, પુત્ર. બાંધવ કે લક્ષ્મી ઉપર હોતો નથી. બળ, રૂ૫ અને શરીરની દઢતામાં ત્રણ ભુવનથી પણ જેઓ અધિક બળવાન થાય છે તે અભયદાનનું જ પરિણામ છે. જીવિતવ્યને માટે જીવો પોતાનું રાજ્ય મૂકી દે છે, એક વિષ્ટાને કીડે તે પણ મરવું નહિ પસંદ કરતાં અધિક જીવવાને ઇચ્છે છે. ધનવાન અને નિર્ધન, દુ:ખિયાં, અને સુખિયા, બાળ અને વૃદ્ધ સર્વને પ્રાણુ વ્હાલાં છે, માટે સર્વ પ્રયત્ન પ્રાણીનું રક્ષણ કરવું. જેઓ આંધળા, પાંગળાં, કાણા, મૂંગા, હીન અંગવાળા, ખરી પડેલ આંગળાવાળા, હાથ-પગ વિનાના, અને સડી ગયેલ નાસિકાવાળા દેખાય છે તે સર્વ જીવહિંસાનું જ પરિણામ છે. જેઓ માનવગતિમાં, તિય"ચમાં અને નરકાવાસમાં નાના પ્રકારની યાતનાઓ. અનુભવતા કરુણ સ્વરે રૂદન કરે છે, તે જીવન દુઃખ આપવાનું જ પરિણામ છે ફળ છે. જેઓ નિરપરાધી જીવોને મારે છે, તથા જીનું માંસ ભક્ષણ કરે છે; તેઓ નરક અને તિર્યંચમાં અનંતકાળપયત દુઃખ અનુભવે છે.. સુખના અર્થી એ ભયથી ત્રાસ પામતા અશરણ છને નિર્ભય કરવા. મરણના ભયથી મુક્ત કરવા અર્થાત પોતે તેઓને બની શકે તેવી રીતે ભયથી મુક્ત કરવા, અભયદાન P.P. Ac. Gunratnasuri MS. i૧૮ના Jun Gun Aaradhak