Book Title: Rajkumari Sudarshana Charitra Yane Samali Vihar
Author(s): Devendrasuri, Vijaykesharsuri
Publisher: Muktichandra Shraman Aradhana Trust
View full book text
________________ સુદર્શના II 188 | 188 આપવું. આવી રીતે અભયદાન આપવું તે કંઈપણ રીતે જીવન અશકય નથી, કેમકે વિદ્યાવાન હોય તે જ જ્ઞાનદાન આપી શકે છે અને ધનવાન હોય તે જ ધનાદિકથી દાન આપી શકે છે. આ અભયદાન તે પિતાને સ્વાધીન હોવાથી એક નિર્ધનમાં નિર્ધન જીવ પણ આપી શકે છે. ભયથી ત્રાસ પામેલા પારેવાને અભયદાન આપનાર મેઘરથ રાજા ચક્રવર્તીપણાની તથા ધર્મચક્રી (તીર્થકર )ની સંપદાને પામ્યા છે, માટે જીવન મરણના ભયથી બચાવવા તે સ્વ–પર બંનેને લાભકારક હવા સાથે સુખરૂપ થાય છે. તે સંબંધમાં હું તમને મેઘરથ રાજાનું અલૌકિક દષ્ટાંત સંભળાવું છું. મેઘરથી આ જંબુદ્વીપના પૂર્વવિદેહ ક્ષેત્રમાં (દેશમાં) સીતા નદીના કિનારાપર પંદરગિણી નામની સુંદર નગરી છે. તે નગરીમાં તે જ ભવમાં તીર્થંકર પદનો ભકતા ધનરથ રાજા રાજ્ય કરતો હતો. તેમને પ્રીતિમતી નામની પટદેવી હતી. શાંતિનાથ તીર્થંકરનો જીવ–પાછલા દશમે ભવે તે રાજાને ઘેર અવધિજ્ઞાન સહિત મેઘરથ નામે રાજકુમારપણે ઉત્પન્ન થયા હતા. ધનરથ રાજાએ ચારિત્ર લીધા પછી મેઘરથ રાજા રાજ્યાસનપર આવ્યો. તેને પ્રિય મિત્રા નામની પટરાણી હતી. તેના અંગથી ઉત્પન્ન થયેલ મેધસેન-નામને પુત્ર હતો. એક દિવસે મેઘરથ રાજા પિતાની પ્રિયા સહિત દેવરમણ ઉદ્યાનમાં ફરવા માટે ગયા Ac, Gunratnasuri M.S. Jun Gun Aaradhak The 14