Book Title: Rajkumari Sudarshana Charitra Yane Samali Vihar
Author(s): Devendrasuri, Vijaykesharsuri
Publisher: Muktichandra Shraman Aradhana Trust
View full book text
________________ સુદર્શના પ્રકારે રાજાના સર્વ પરિવારમાં હાહાકાર વર્તાઈ રહ્યો. સામંત, મંત્રી, પ્રમુખ સર્વે રાજાને કહેવા લાગ્યા. હે નાથ ! અમારા ભાગ્યથી તમે આ શું આરંભ્ય છે? આ એક પક્ષીના રક્ષણને માટે આખી પૃથ્વીને નિરાધાર શા માટે કરે છે? રાજાઓને ધર્મ આ લાખ મનુષ્યનું પાલન કરવાને છે; નહિં કે એક પક્ષીને માટે લાખો મનુષ્યને રડાવવાને. . હે રાજન્ ! મનુષ્ય ભાષાએ બેલતો આ પક્ષી કઈ દેવ, દાનવ કે તમારો કઈ પ્રતિપક્ષી-શત્રુ હોય તેમ અમને લાગે છે. રાજાએ વૈર્યથી જણાવ્યું. સામતે, પ્રધાને અને પ્રજાવગ! આ દીન મુખવાળે અને દીન વચનો બોલનાર પક્ષી–ગમે તે હે–પણુ શરણે આવેલાનું રક્ષણ મારે કરવું જ જોઈએ. જે રાજા શરણે આવેલા પ્રાણીનું રક્ષણ નહિ કરી શકે તે લાખે મનુષ્યનું રક્ષણ કેવી રીતે કરી શકશે? તમે નિર્ભય થાઓ. આ મારુ બોલેલું વચન કદિ અન્યથા નહિ થાય માટે આ સંબંધમાં તમારે મને કાંઈપણ ન કહેવું. રાજાને આ ચકકસ-દઢ નિશ્ચય જાણી દિવ્ય વસ્ત્ર, મુકુટ અને કુંડળાદિકને ધારણ કરનાર એક દેવ સભામાં પ્રગટ થઈને રાજાને આ પ્રમાણે કહેવા લાગ્યો. ઉત્તમ પુરુષોમાં મુકુટતુલ્ય! આ ત્રણ ભુવનમાં હું એક જ ધન્ય પુરુષ છે. સુરગિરિની માફક પોતાની પ્રતિજ્ઞામાં દઢતાવાળા તને દેવે પણ ચળાવવાને અસમર્થ છે. દેવસભામાં ઈન્દ્ર, / 17 ન 2 Ac. Gunratnasuri M.S.