Book Title: Rajkumari Sudarshana Charitra Yane Samali Vihar
Author(s): Devendrasuri, Vijaykesharsuri
Publisher: Muktichandra Shraman Aradhana Trust
View full book text
________________ કરો. ગરમખથી શ્રવણ કે પઠન કરેલ જ્ઞાનથી પોતાના પરિચયમાં આવનાર છોને તમારે વાસિત કરવા. પરિણામના પ્રમાણમાં કર્યું, કરાવ્યું, અનુમોદન કરવાનું પણ સરખું ફળ થાય છે. આ અવસરે વખત વિશેષ થઈ જવાથી, તેમજ ગુરુશ્રીના સાધનો લાભ સર્વને મળે તો ઠીક, એમ ધારી સુદર્શનાએ ગુરુશ્રીને જણાવ્યું, પ્રભુ! આપ અમારા ઉપર કૃપા કરી સુશેના થોડા દિવસ અહીં રહેવાની સ્થિરતા કરો તો અમે અહીં થોડા દિવસ રહીએ. તેમજ અમારી છે. 185 સાથેના લોકોને પણ ધર્મનો વિશેષ બોધ થાય. આપ જેવા જ્ઞાની પુરુષનો યુગ આવા સમુદ્રમાં મળ અને દુર્લભ છે. ગશ્રીએ લાભાલાભનો વિચાર કરી અર્થાત જ્ઞાનદષ્ટિથી લાભનું કારણ જાણી તેમ કરવા હા કહી. એટલે સુદર્શના, શીળવતી વગેરે ગુરુશ્રીને વંદન કરી બાકી રહેલ ઉપદેશ સાંભળવા માટે બીજા વખતપર મુલત્વી રાખી ત્યાંથી ઊઠીને ઋષભદત્ત સાર્થવાહને મળ્યાં. ગરશ્રીનાં દર્શન અને તેઓ કોણ છે તેમનો ઉપદેશ વગેરે જણાવ્યું. સાર્થવાહ ઘણે ખુશી થયો, અને સાથેના માણસેને રાજકુમારીના આદેશ પ્રમાણે અહીં થોડા દિવસ રોકવાની ખબર આપી. ગુરુશ્રીને વંદન કરવા આવ્યા. વંદન કરી ઘણો ખુશી થયો. માસુક આહારાદિ નિમંત્રણા કરી. તેઓએ પહાડના સપાટીવાળા પ્રદેશ ઉપર પોતાના પડાવ માટે તંબુઓ તણાવ્યાં. ભેજનાદિ સામગ્રી થતાં તે મહાત્માને નિર્દોષ આહારપાણી આપી સર્વ જનેએ ભોજન કર્યું.. 151 Ac. Gunratnasuri M.S. || 185 Jun Gun Aaradhak