Book Title: Rajkumari Sudarshana Charitra Yane Samali Vihar
Author(s): Devendrasuri, Vijaykesharsuri
Publisher: Muktichandra Shraman Aradhana Trust
View full book text
________________ જિનધર્મમાં આદર કરો. તીર્થકરોના કહ્યા મુજબ વર્તન કરવાથી તમે અનંત, અક્ષય અને શાશ્વત સુખ પામશો. ભવસ્થિતિનો વિચાર કરો અને તમારી લાયકતા કે યોગ્યતાનુસાર અનુક્રમે આગળ વધો. તીર્થકરોએ દાન, શિયળ, તપ અને ભાવ એમ સામાન્યથી ચાર પ્રકારને ધર્મ બતાવ્યો છે. શુદર્શન H 177 પ્રકરણ 24 મું જ્ઞાનદાન દાન ત્રણ પ્રકારનું છે. 1. જ્ઞાનદાન 2. અભયદાન અને 3. ધર્મોપગ્રહ દાન. जीवाजीवसरुयं सव्वपयथ्थाण अहव परमथ्थं / - जाणंति जेण जीवा तं नाणं होइ नायव्वं // 1 // જે વડે જીવ, અજીવનું યા જડ ચૈતન્યનું સ્વરૂપ છવો જાણે છે, અથવા જે વડે સર્વ પદાર્થોના પરમાર્થને આવો જાણે છે, તે જ્ઞાન કહેવાય છે. સત્ય પરમાર્થને જેનાથી બોધ થઈ શકે, તેવી રીતે બીજાને સમજાવવા યા ઉપદેશ || આપવો. તે જ્ઞાનદાન કહેવાય છે. છવાછવાદિ પદાર્થના જ્ઞાનને જાણવાથી જી પરમાર્થના | 177 Ac Guitarrasari Jun Gun aradnak