Book Title: Rajkumari Sudarshana Charitra Yane Samali Vihar
Author(s): Devendrasuri, Vijaykesharsuri
Publisher: Muktichandra Shraman Aradhana Trust
View full book text
________________ સુદર્શન 1 173 હા! મારું જીવિતવ્ય નિષ્ફળ નિવડયું. રાજકુમારીને છોડવવા માટે મારે પિતાની સાથે યુદ્ધમાં ઊતરવું પડ્યું. પિતાને આટલી વિટંબના પમાડી અને અંતે શીળવતી મારે હાથ ન આવી. જયવમ રાજાને સંતોષ ન પમાડ. પ્રતિજ્ઞાથી હું ભ્રષ્ટ થયો, મારું સુભટપણું સર્વે મનુષ્યમાં નષ્ટ થયું. ઉત્તમ પુરુષોની રીતિ ત્રણ પ્રકારની હોય છે. પરાક્રમ 1. કવિત્વ 2. અને ત્યાગ 3. આ ત્રણમાંથી મારામાં એક પણ ગુણ નથી. | રાજબાળાને છોડાવી તેના પિતાને સોંપવારૂપ કાર્ય મારાથી સિદ્ધ ન થયું. એટલે સ્વપ્રતિજ્ઞાથી ભ્રષ્ટ થતાં, લોકમાં હાસ્યતાને પામેલા મારામાં પરાક્રમજન્ય કીર્તિ કયાં રહી? સકવિત્વાદિકે કરી કીર્તિ પેદા કરવામાં છંદ, લક્ષણાદિ મારે સ્વાધીન છે; તથાપિ ઉત્તમ કાવ્યાદિકે કરી કાવ્ય બંધન કરવાથી જીવને શું ફાયદો થવાને છે? કેમકે પરાનુંવૃત્તિ એ ગુણ દનું ગુંફન કરવાથી રાગ, દ્વેષાદિકની ઉત્પત્તિ સિવાય બીજું કાંઈ પણ ફાયદો મને જણાતો નથી. ચંચળ લક્ષ્મીને ત્યાગ કરવાથી (દાન આપવાથી) પણ કીર્તિ પેદા થાય તે પણ અમર કયાંથી હાય! માટે આ જન્મનું અત્યાર સુધીનું મારું જીવિતવ્ય પ્રાય: નિષ્ફળ થયું છે. આ પ્રમાણે વિચાર કરતાં તેણે નિશ્ચય કર્યો કે, જિનેશ્વર ભગવાનનાં ચરણારવિંદનું આરાધન કરતાં અર્થાત તેમની આજ્ઞા મુજબ વર્તન કરતાં જે કીતિ પેદા થાય છે, તે શાશ્વત સુખને Ac. Gunratnasuri M.S. I 173 | E Jun Gun Aaradhak