Book Title: Rajkumari Sudarshana Charitra Yane Samali Vihar
Author(s): Devendrasuri, Vijaykesharsuri
Publisher: Muktichandra Shraman Aradhana Trust
View full book text
________________ સુદર્શના l/14o | પુત્રીમાં મોહ હેવાથી તેનાં નેત્રમાંથી નિદ્રા રિસાઈ ગઈ હતી. શય્યામાં તે આમ તેમ આળોટતી હતી અને પુત્રીને ભાવિ વિગ સાંભળી તેણીનું હૃદય કંપતું હતું. છેવટે સુદર્શનાને પોતાની પાસે એકાંતમાં બોલાવી, સુદશના તરત જ માતાની પાસે આવી. માતાએ રડતાં રડતાં પુત્રીને ખોળામાં બેસારી જણાવ્યું. મારી વ્હાલી પુત્રી ! ઘણી મહેનતે, પુણ્યના ઉદયથી કુળદેવીએ મને એક જ પુત્રી આપી છે. મારી ગુણવાન પુત્રી ! તારે મારા સર્વ મનોરથો પૂર્ણ કરવાં જ જોઈએ. હજી સુધી તારી સખીઓની સંધાતે આ વિસ્તારવાળા મહેલના આંગણામાં કંદુક (દડા)ની રમત રમતાં પણ મેં તને દેખી નથી. વસંત ઋતુમાં નાના પ્રકારના શૃંગાર પહેરી પ્રિય સખીઓ સાથે જળક્રીડાદિ ક્રીડા કરતાં મેં તને બિલકુલ દીઠી નથી. હજી સુધી પાણિગ્રહણ કરવાના અલંકારોથી અલંકૃત થયેલી, યાચકોને દાન આપતી અને બંદીવાનેથી સ્તુતિ કરાતી મેં તને દેખી નથી. પુત્રી ! આવો વિરાગ્ય ધારણ કરી તારે કયાંય પણ જાવું નહિ. આ રાજ્યની સર્વ વસ્તુ તારે સ્વાધીન છે. બીજી પણ તને જે જે વસ્તુની જરૂર હશે તે સર્વ વસ્તુ હું તને અહીં જ મેળવી આપીશ. સુદર્શનાએ નમ્રતાથી જણાવ્યું. માતાજી! આ મનુષ્યપણું જુવે કે સર્વે ગુણોથી અલંત છે તોપણ અરણ્યમાં ઉત્પન્ન થયેલા કમળની માફક ધર્મપ્રાપ્તિ સિવાય નિરર્થક છે. માતા ! દીધદષ્ટિથી વિચાર કરશે તે આપને જણાઈ આવશે કે-નાના પ્રકારની અશુચિથી Jun Gun Aaradhaka