Book Title: Rajkumari Sudarshana Charitra Yane Samali Vihar
Author(s): Devendrasuri, Vijaykesharsuri
Publisher: Muktichandra Shraman Aradhana Trust
View full book text
________________ સુદર્શન # 165 રોમાંચ વિકાસી થવાં વિગેરે અનેક શુભ નિમિત્તોથી પિતાને જ પુત્ર છે, તેમ જાણી માતા, પિતાદિ કુટુંબમાં આનંદનો પાર ન રહ્યો. કુમાર માતા પિતાદિને નમસ્કાર કરી ચરણમાં નમી પડયા. માતાએ પુત્રને મરતકપર ચુંબન કરી, હર્ષાશ્રુથી વિયોગી પુત્રના શોકને દૂર કર્યો. ' હર્ષિત હૃદયથી આહવમલ્લ રાજાએ પુત્રનું સર્વવૃત્તાંત્ત અથથી ઇતિપર્યંત પૂછયું. રાજકુમારે પોતાનું અહીં આવવા પયતનું સર્વવૃત્તાંત માતાપિતાદિ આગળ કહી સંભળાવ્યું. પિતા, પુત્ર ઘણા લાંબા વખતના વિયોગને દૂર કરી અપૂર્વ આનંદ અનુભવી રહ્યા હતા. એ અવસરે એક દૂત આવી રાજાની પાસે ઊભે રહી કાંઈક નમ્રતાથી આહવમલ્લ રાજાને કહેવા લાગ્યો. સ્વામિનું અધ્યા નગરીના મહારાજા જયવર્મ રાજાએ આપને સેવા કરવા નિમિત્તે તરત બોલાવ્યા છે. માટે આપ નિર્વિલંબે પધારે. | દતનાં વચન સાંભળતાં જ ભયંકર ભ્રકુટી ચડાવી વિજયકુમાર બોલી ઊઠયો. અરે દૂત! શું આ ભારતવર્ષમાં અમારે માથે પણ કેાઈ સ્વામી તરીકે આજ્ઞાકારક છે કે? આહવમલ રાજાએ શાંતપણે પુત્રને જણાવ્યું. વત્સ ! જયવમ રાજા નિરંતરને અમારો સ્વામી છે. તેમ સ્વધર્મી (એક ધર્મ પાળનાર) તથા મિત્ર હોવાથી વિશેષ પ્રકારે પ્રસાદને કરવા યોગ્ય છે. કમાર ! મારે જયવર્મ રાજાની પાસે હમણાં જ જવું પડશે. માટે ઘણા દિવસની પુત્ર વિયોગી તારી માતાની પાસે તેના સંતોષ માટે તું હમણ અહીં જ રહે. પિતાનાં વચને સાંભળી Ac Gunratnasuri MS Jun Gun Aaradhak Tas # 165 ]