Book Title: Rajkumari Sudarshana Charitra Yane Samali Vihar
Author(s): Devendrasuri, Vijaykesharsuri
Publisher: Muktichandra Shraman Aradhana Trust
View full book text
________________ સુદર્શના વિનયપૂર્વક કુમારે જણાવ્યું, પિતાજી! જે તેમજ છે એટલે જયવર્મ રાજાની પાસે જવું જ જોઈએ તો આપ અહીં રહો, અને આપને બદલે હું તે રાજાની પાસે જઈશ. પુત્રને વિશેષ આગ્રહ જાણી, રાજાએ તેને જવાની રજા આપી. વિજ્યકુમાર હય, ગજ, રથ, સેનાદિ સાથે લઈ થોડા જ વખતમાં અધ્યાનગરીમાં આવી પહોંચ્યા. એક સ્થળે સૈન્યને પડાવ નાંખી, કેટલાએક સેવકને સાથે લઈ વિજયકુમાર રાજસભામાં આવ્યો. જયવર્મ રાજાને નમસ્કાર કરી, પિતાની ઓળખાણ કરાવી. અર્થાત્ હું આહવમલ્લ રાજાને પુત્ર છું-વિગેરે જણાવ્યું. રાજાએ તેનો સત્કાર કરી બેસવાને આસન અપાવ્યું. શાંતપણે વિજયકુમાર સભામાં બેઠે. જંગલમાં કે વનમાં દૂર ઉગેલાં સુગંધી પુષ્પોની સુવાસ જેમ વાયુ ઠેકાણે ઠેકાણે ફેલાવે છે તેમ વિજ્યકુમારના વિજ્ઞાન, કળા, રૂપ, લાવણ્ય, ન્યાય અને પરાક્રમાદિ ગુણોને યશવાદ આખા શહેરમાં ફેલાયે. એ અવસરે જયવર્મ રાજાની પુત્રી શીળવતી અનેક સખીઓના પરિવાર સહિત પિતાને નમન કરવા નિમિત્ત સભામાં આવી. પિતાને નમસ્કાર કરી કુંવરી રાજાની પાસે બેઠી. સભાના લોકો તરફ નજર કરતાં તે કુંવરીની દષ્ટિ વિજયકુમારના મુખારવિંદ ઉપર પડી. અને કાંઈક સરાગ દષ્ટિથી તેણી કુમારને જોવા લાગી. કુમારીને સરાગ-દષ્ટિથી નિરખતી જાણી તેની સખી Ac Gunratnasuri M.S. Jun Gun Aaradhak The