Book Title: Rajkumari Sudarshana Charitra Yane Samali Vihar
Author(s): Devendrasuri, Vijaykesharsuri
Publisher: Muktichandra Shraman Aradhana Trust
View full book text
________________ સુદના # 163 असुइत्तं अलियत्तं नित्तिंसतंच्च वंचगत्तं च // अइकामासत्तित्तं एयाणं महिलिया ठाणं // 1 // અશુચિપણું, અસત્ય બોલવાપણું, નિર્દયપણું, ઠગવાપણું અને કામમાં (વિષયમાં) અતિ આસક્તિપણું આ દોષોનું સ્થાનક સ્ત્રીઓ છે. 1 અહા! નીચ સ્ત્રીઓની સોબતથી મરણ, પરદેશ ગમન, દારિદ્ર, દૌર્ભાગ્ય, બંધન અને સંસાર–પરિભ્રમણની પ્રાપ્તિ થાય છે. અરે! આ વાત હું કદાચ મારા પાલક પિતાને જઈને કહું તો તે પણ આ વાત સાચી માનશે નહિ. કેમકે સ્ત્રીઓના લીલા વિલાસવાળાં લાલિત્ય વચનો ઉપર મનુષ્યને વિશ્વાસ બેસે છે, તેટલો વિશ્વાસ યુવાન પુરુષોનાં વચનો પર આવતો નથી. હવે જે હું અહીં રહેવાનું કરું છું તે મોટો વિરોધ થવાનો સંભવ જણાય છે, અને જે જવાનું કરું છું તે, નિરંતરને માટે આ નગરીનો ત્યાગ કરવો પડે છે. એક બાજુ વાઘ અને બીજી બાજુ નદી જેવો ન્યાય અત્યારે મારા સંબંધમાં બને છે. આ ઠેકાણે હવે મારે શું કરવું? વિચાર કરતાં એ નિર્ણય થાય છે કે અહીં રહેતાં રાણીની પ્રેરણાથી મને મારા પાલક પિતા સાથે વિરોધમાં કે, યુદ્ધમાં ઉતરવાનો પ્રસંગ આવશે. માટે ધર્મ, અર્થમાં વિઘ્ન કરનાર આ વિરોધનો માટે પ્રયત્નપૂર્વક ત્યાગ કરે જોઈએ કહ્યું છે કે Jun Gun Aaradhak T/ HI16 શા P.P.AC. Gunratnasuri MS