Book Title: Rajkumari Sudarshana Charitra Yane Samali Vihar
Author(s): Devendrasuri, Vijaykesharsuri
Publisher: Muktichandra Shraman Aradhana Trust
View full book text
________________ પણ સુદર્શન # 162 II છો. બીજી તરફ વિચાર કરું છું તો આપના પ્રસાદથી આ સર્વ વિદ્યાઓ મેં જાણું છે. તે આજથી વિશેષ પ્રકારે તમે મારા ગુરુશ્રીને સ્થાને છો. માતાજી! કદાચ આપના આ અસદૂભાવને કે દુશ્ચરિત્રને મારા પિતાશ્રી જાણશે તે મહાન અનર્થ થશે, એટલે તેઓ ન જાણે તે પહેલાં જ આપ આ અધ્યવસાયથી વિરામ પામે -પાછાં હો. વિજયકુમારને દઢ નિશ્ચય જાણી, પિતાને સ્વાર્થ સિદ્ધ ન થવાથી વિલખી થયેલી રાણીએ પિતાનો પાસ ઉલટાવ્યો, તિરરકારની દૃષ્ટિથી વિજ્યકુમાર સન્મુખ દેખી તેણીએ જણાવ્યું વિજયકુમાર ! કામી ! મારી પાસે તેની નીચે પ્રાર્થના તું ન કર. કેમકે તું મારો પુત્ર છે. મેં તને પાળીને મોટો કર્યો છે. અથવા તારો શું દોષ છે? જેવું કુળ તેવું જ મનુષ્યનું શીળ હોય છે. આ ન્યાયથી તું કોઈ અકુલીન દેખાય છે, નહિતર માતાની પાસે આવી વિષયની પ્રાર્થના કરે જ કેણુ? રાણ રત્નાવલીનાં આ વચનોથી વિજયકુમારને મોટું કુતૂહલ થયું. તે વિચારવા લાગ્યો અહા! કામમાં આસક્ત થયેલી માયાવી સ્ત્રીઓ એવું કોઈ કાર્ય નથી કે તે ન કરે, લંપટ સ્ત્રીઓ ધનને નાશ કરે છે અને પોતાના પ્રિયતમ પતિને પણ મારી નાખે છે. પુત્રની પણ અભિલાષા કરે છે. અને અભક્ષનું પણ ભક્ષણ કરે છે. હા! હા! કામી સ્ત્રીઓનાં ચિત્ત નિરંતર મલિન હોય છે. શાસ્ત્રકાર કહે છે કે # ૧૬ર || Jun Gun Aaradhar Thu