Book Title: Rajkumari Sudarshana Charitra Yane Samali Vihar
Author(s): Devendrasuri, Vijaykesharsuri
Publisher: Muktichandra Shraman Aradhana Trust
View full book text
________________ સુદર્શના સ ( 14 ) કારણોને તોડી મોક્ષપદ પ્રાપ્ત કરે છે તે મહાત્માઓને ખરેખર ધન્યવાદ ઘટે છે. હાલી માતા ! સદૃગુરુના મુખથી મેં ધર્મ સાંભળ્યું છે, જાતિસ્મરણજ્ઞાનથી કર્મ વિપાકનો અનુભવ મેળવ્યો છે, અને તેથી જ જન્મ-મરણાદિથી ત્રાસ પામું છું, તે ત્રાસને દૂર કરવા માટે જ મારે તેમજ આપને તે ધર્મમાં વિશેષ પ્રયત્ન કરવો જોઈએ. જનની! મારા ઉપર આપને પૂર્ણ સ્નેહ છે. તે સ્નેહ ત્યારે સાર્થક ગણાય કે મને ધમમાગમાં વિન ન કરતાં. મારે માગ તમે સરળ કરી આપે. અને તમે પોતે પણ ધમ ઉજમાળ થાઓ, તમે જિનમંદિર બંધાવે, સુપાત્રમાં દાન આપે અને જીવો ઉપર વિશેષ દયાળ થાઓ. ધર્મ સિવાય આ સંસારમાં બીજે કઈ તાત્વિક સ્નેહી નથી. સ્વાર્થ ખાતર કે સ્વાર્થ પર્યત સ્નેહી થનાર તે તાવિક સ્નેહી કેમ ગણાય? આ પ્રમાણે સુદર્શના પિતાની માતા ચંદ્રલેખાને સારભૂત ધાર્મિક વચનોથી પ્રતિબોધ આપતી હતી તેટલામાં પ્રાત:કાળને સુચક વીણા, શંખ અને વાઈના શબ્દો તેઓને કાને આવ્યા. આખી રાત્રિની સુદશનાની મહેનત કેટલેક દરજજે સફળ થઈ; કેમકે ચંદ્રલેખાને તેના ઉપદેશની સારી અસર થઈ હતી. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak