Book Title: Rajkumari Sudarshana Charitra Yane Samali Vihar
Author(s): Devendrasuri, Vijaykesharsuri
Publisher: Muktichandra Shraman Aradhana Trust
View full book text
________________ સાર્થપતિ ઋષભદત્ત પણ નરપતિ સહિત રાણી ચંદ્રલેખાને પ્રણામ કરી પોતાના જહાજ પર આવી બેઠો. ફરી બીજીવાર માતા, પિતાને આનંદ થાય તેમ સુદર્શનાએ પ્રણામ કર્યો. અને છેવટે પિતાની માતૃભૂમિ સિંહલદ્વીપને સદાને માટે છેવટનો નમસ્કાર કરી ભરૂઅચ્ચ નગર તરફ સમુદ્ર માગે તે રવાના થઈ સુદર્શના ૧પર II પ્રકરણ ૨૨મું વિમળગિરિનો પહાડ અને મહાત્માનું દર્શન પવનવેગથી વહાણે સમુદ્રમાં ચાલવા લાગ્યાં. નાના પ્રકારનાં આશ્ચર્યકારી દેખાવો ઠેકાણે ઠેકાણે નજરે પડવા લાગ્યાં. મચ્છ, કાદિ જળચર જીવોથી ભરપૂર સમુદ્રને નિહાળતાં, સુદર્શનાને કાંઈ નવો જ અનુભવ મળ્યો. તેણીએ શિળવતીને જણાવ્યું. અમ્માઆ સંસારની માફક સમુદ્ર પણ દુસ્તર, દુસહ દુરાલોકનીય, દુધિગમનીય અને દુઃખના નિધાન જેવો મને ભાસે છે. છતાં પ્રબળ પ્રયત્ન કરનાર ધીરપુરુષોને ઉત્તમ આલંબનોની મદદથી સુખે તરી શકાય તે પણ જણાય છે. શિળવતીએ જણાવ્યું. હા પુત્રી ! આ સંસારનું તેમજ સમુદ્રનું કેટલીક રીતે સાદપણું સંભવી શકે છે. છતાં જેમ ઉત્તમ Jun Gun Aaradhak