Book Title: Rajkumari Sudarshana Charitra Yane Samali Vihar
Author(s): Devendrasuri, Vijaykesharsuri
Publisher: Muktichandra Shraman Aradhana Trust
View full book text
________________ સુદર્શના // 159 aa. પામે. અવસરે રાજાએ કલાકલાપમાં કશળ કરવા નિમિત્તે કળાચાર્યને સેં. નાના પ્રકારની કળામાં કુશળ થયેલો વિજયકુમાર અનુક્રમે યુવાવસ્થા પામ્યો. સુંદર રૂપ, યુવાવસ્થા અને અનેક કળામાં કુશળ વિજયકુમારને નાના પ્રકારની ક્રિડામાં તત્પર દેખી, રત્નાવની રાણીના મને મંદિરમાં કામાગ્નિ સળગવા લાગ્યો. પુત્રપણે પાળીને મોટો કરેલ છે. છતાં વિજયકુમારનું ઉદગ્ર સૌભાગ્ય અને લાવણ્યામૃતથી પરિપૂર્ણ ઉત્કટ તાય જોતાં રાણી તે સર્વ ભાન ભૂલી ગઈ ખરી વાત છે કે, વિષયની અધિકતા તે અકુલીનતા માટે, શિયળની મલિનતા માટે, ચારિત્રની શિથિલતા માટે, સ્નેહી પતિના વિનયની મંદતા માટે, દુર્ગતિ નગરીના પંથ માટે સુગતિના વિરોધ માટે અને અવિવેકની આ ઉત્પત્તિ માટે થાય છે. | વિજયકુમાર એકાંતવાસમાં બેઠો હતો, ત્યાં રત્નાવની રાણી તેની પાસે આવી. લજજા અને મર્યાદાને મૂકી સરાગ વચને કરી તેણીએ જણાવ્યું. વિચક્ષણ ! હું તારી પાસે કાંઈ પણ બેલી જાણતી નથી. તથાપિ હે બુદ્ધિમાન ! સદ્ભાવવાળી પ્રેમની લાગણીથી હું તને કાંઈક કહેવા માગું છું. તેનું એકાગ્રચિત્તથી શ્રવણ કર. વિચક્ષણુ પુરુષોનું આ લક્ષણ છે કે, આત્મહિત આચરણ કરતાં મનુષ્યના અપવાદથી તેઓ બિલકુલ ડરતા નથી. અસાર પદાર્થમાંથી પણ છે સાર ગ્રહણ કરે છે. કેઈની પ્રાર્થનાને ભંગ કરતા નથી. દાક્ષિણ્યતાના સમુદ્ર તુલ્ય હોય છે Jun Gun Aaradhak P.P Ac Gunratnasuri M.S.