Book Title: Rajkumari Sudarshana Charitra Yane Samali Vihar
Author(s): Devendrasuri, Vijaykesharsuri
Publisher: Muktichandra Shraman Aradhana Trust
View full book text
________________ સુદર્શના I 158 પ્રકરણ ર૩ મું વિજયકુમાર આ ભારત વર્ષમાં જગત પ્રસિદ્ધ કણાલા નામની નગરી છે. જિનેશ્વરનાં ચરણારવિંદથી અનેકવાર પવિત્ર થયેલી હોવાથી, ઇંદ્ર પણ આ નગરીનું વારંવાર સ્મરણ કરે છે. તે નગરીમાં દુર્ધર વૈરીના સમૂહરૂપ હાથીઓને નિવારણ કરવાને મૃગેંદ્ર (સિંહ) તુલ્ય અને સ્વજન જનરૂપ કુમુદોને આનંદિત કરવામાં ચંદ્રસરખો આહવમલ્લ નામનો રાજા રાજ્ય કરે છે. ચંદ્રની માફક ઉજજવળ શિયળરૂપ રત્ન અલંકૃત કમલશ્રી નામની તેને પટ્ટરાણી છે. તે રાણીએ કાળાંતરે વિજયકુમાર નામના રાજકુમારને જન્મ આપે. એ અરસામાં વૈતાઢ્ય પહાડપર આવેલી સુરમ્ય નગરીમાં અમિતતેજ નામને વિદ્યાધર રાજા રાજ્ય કરતો હતો. તે વિદ્યાધર રાજા એક દિવસ કુણાલા નગરી ઉપર થઈ આકાશમાગે પસાર થતો હતો. તેવામાં મહા તેજસ્વી વિજયકુમાર બાળક તેના દેખવામાં આવ્યો. પિતાને પુત્ર ન હોવાથી આ તેજસ્વી બાળકનું હરણ કરી. પાછો પિતાની નગરીમાં આવ્યો. અને તે બાળક પોતાની રત્નાવની રાણીને સેં. - પુત્રાથી રાજા રાણીએ તેને પુત્રપણે અંગીકાર કર્યો. અનુક્રમે વિજયકુમાર બાળક વૃદ્ધિ I 158 AC Gunratnasun MS. Jun Gun Aaradhak T