Book Title: Rajkumari Sudarshana Charitra Yane Samali Vihar
Author(s): Devendrasuri, Vijaykesharsuri
Publisher: Muktichandra Shraman Aradhana Trust
View full book text
________________ સુદર્શન // 146 II ખટકર્મ કરવામાં રોકાયાં અને થોડા વખતમાં આવશ્યક કવ્ય આટોપી લઈ પોતાને ઉચિત વ્યવસાયમાં સર્વ ગુંથાયા. રાજા વિચારવા લાગ્યો કે મારી પુત્રીને ભરૂઅચ્ચ જવાની ચોકકસ ઈચ્છા અને તે ઈચ્છા પણ આત્મ-ઉદ્ધારની હોવાથી મારે તેણીને અવશ્ય મદદ આપવી પણ વિદ્મભૂત ન થવું. જ્ઞાની પુરુષોની આજ્ઞા છે કે “કરી ન શકે તો કરતાને મદદ આપે, પણ વિધ્રભૂત ન થાઓ” મારે પણ તે પ્રમાણે જ વર્તન કરવું ઈત્યાદિ વિચાર કરતા રાજાએ પ્રયાણને માટે સર્વ સામગ્રી તેયાર કરવાને જુદા જુદા મનુષ્યોને આજ્ઞા કરી. રાજાની આજ્ઞા થતાં જ મનુષ્યો તે તે કાર્યની તૈયારી કરવા લાગ્યા. બીજે દિવસે પ્રાતઃકાળ થતાં જ પૂર્વે નિયોજેલા મનુષ્યોએ સર્વ સામગ્રી તૈયાર કરી રાજાને નિવેદિત કર્યું. રાજાની આજ્ઞા થતાં જ સેનાપતિએ બંદર જવા માટે પ્રયાણની ભેરી વગાડી. પ્રયાણ ઢકકાને શબ્દ સાંભળતાં જ સુભટ સન્નબ્દબદ્ધ થયા, અશ્વો પાખરાયા, રથો સજજ કરાયા અને હાથીઓ શણગારાયા. - આ પ્રમાણે સિન્ય તૈયાર થતાં ગષભદત્ત સાથે પૂજા, દેવાર્ચન કરી રાજા રથમાં આવી બેઠે, રાણી ચંદ્રલેખા પણ પિતાના ખોળામાં સુદર્શનાએ બેસારી શીલવતીની સાથે એક શિબિકામાં + 16 Suratha SMS Jun Gun Aaradhak Tru