Book Title: Rajkumari Sudarshana Charitra Yane Samali Vihar
Author(s): Devendrasuri, Vijaykesharsuri
Publisher: Muktichandra Shraman Aradhana Trust
View full book text
________________ સુના છે; # 142 | શક્તિને બહાર લાવવા પ્રયત્ન નહિ કરનારા જીવો વિશ્રામ લીધા સિવાય દરેક જન્મમાં નાના પ્રકારનાં સુખ-દુઃખનો અનુભવ કરે છે. તેઓ જન્મ, મરણ, મોહ અને અજ્ઞાનને પરાધીન થવાથી શાશ્વત સુખ મેળવી શકતા નથી. માતાજી! આ પણ સમજવા જેવું છે કે-કુટુંબના સહવાસમાં રહેલા આ અજ્ઞાની છે અને અન્ય પિતાની ગતિ આગતિને પણ જાણી શકતા નથી. કોઈ દેવ ગતિમાંથી વીને આવે છે, તો કેઈ નરકાવાસમાંથી આવે છે. કોઈ તિર્યંચ ગતિમાંથી આવે છે, તે કોઈ માનવ આવાસમાંથી–આમ જુદા જુદા આવાસમાંથી આવી આહારભૂષણ, વસ્ત્ર, શયન, આસનાદિ લાભના લોભથી વિટંબના અનુભવતા, મેહથી મહિત થઈ કુટુંબવાસમાં વસે છે, એક મરણું પામે છે અને સર્વની આગળ ચાલ્યો જાય છે, પણ અન્યની રાહ જોવા થોડો પણ વખત ઊભે રહેતો નથી અથવા બીજાઓ તેને ભી રાખવા કે સાથે જવાને સમર્થ થતા નથી; પણું પોતે પોતાના કર્મથી નિગડિત થઈ (બંધાઈને) પાછા જુદા જુદા સ્થળે ચાલ્યા જાય છે. માતા મરણ પામી પુત્રીપણે ઉત્પન્ન થાય છે. પુત્રી માતાપણે ઉત્પન્ન થાય છે. પિતા પુત્રપણે અને પુત્ર પિતાપણે કમ દોષથી ઉત્પન્ન થાય છે. બંધુ શત્રુપણે, શત્રુ મિત્રપણે, પુત્ર પતિપણે અને પતિ પુત્રપણે કર્મસંબંધથી ઉત્પન્ન થાય છે. ઘણુ કલેશથી પેદા કરેલું ધન પણ મહાન વિરોધને કરવાવાળું થાય છે અને તે એટલું બધું અસાર છે કે–મરણ પામ્યા બાદ એક II 142 | Jun Gun Aaradhak tr