Book Title: Rajkumari Sudarshana Charitra Yane Samali Vihar
Author(s): Devendrasuri, Vijaykesharsuri
Publisher: Muktichandra Shraman Aradhana Trust
View full book text
________________ સુદર્શન 138 જેમ સમ્યકત્વને નાશ થતાં, મિથ્યાત્વ ફેલાય છે તેમ સૂર્યકિરણના વૈભવનો નાશ થતાં પૃથ્વી ઉપર શ્યામ અંધકાર ફેલાવા લાગ્યો. થોડા જ વખતમાં પૃથ્વીવલયને આનંદ આપનાર ઉત્તમસદગુરુની માફક નિર્મળ કિરણ (વાણી)ના સમૂહથી (અજ્ઞાન) અંધકારને દૂર કરતો ચંદ્રને ઉદય થયો. જેમ ઉત્તમ શિયળ ગુણને ધારણ કરનાર સ્ત્રી ઉભય કુળને પ્રકાશિત કરે છે, તેમ તે ચંદ્ર પૂર્વ અને પશ્ચિમ દિશામાં પ્રસરતી પોતાની ચાંદનીવડે ગગનતળને પ્રકાશિત કરવા લાગ્યો. ચંદ્રકિરણ વડે આશ્વાસન પામેલાં ચંદ્રવિકાશી કમળો વિકસિત થવા લાગ્યાં. ખરી વાત છે કે–ગ્ય સ્વામીના દર્શનથી સર્વ જીવો હર્ષિત થાય છે. પ્રકરણ 20 મું માતાને મોહ-પુત્રીને દિલાસો ચંદ્રની ચાંદનીના પ્રકાશથી આ પૃથ્વીતળ જાણે હસતું હોય નહિ તેમ રાત્રીના વખતમાં પણ પિતે સંગ્રહ કરેલા પદાર્થોને પ્રગટ રીતે બતાવી રહ્યું હતું. જયારે આખા શહેરમાં શાંતિ પ્રસરી હતી ત્યારે દેવી ચંદ્રલેખાના નેત્રોમાંથી ઊનાં ઊનાં અશ્રુજળ વહન થઈ રહ્યા હતા. I 139 !! P.P. Ac. Gunnainasuri M.S. Jun Gun Aaradhak