Book Title: Rajkumari Sudarshana Charitra Yane Samali Vihar
Author(s): Devendrasuri, Vijaykesharsuri
Publisher: Muktichandra Shraman Aradhana Trust
View full book text
________________ સુદશ ના | 133il અને તેમ ન હોય અથવા જમવાની ઇચ્છા હોય તે, દિવસના આઠમાં ભાગ જેટલો દિવસ બાકી હોય ત્યારે ફરી ભોજન કરી લેવું. અને પછી આહારનું પચ્ચખાણ કરવું. સંધ્યા વખતે કરી ઘરદેરાસરનું પૂજન કરી (ધૂપ, દીપ, આરતિ પ્રમુખથી પૂજન કરી) વંદન કરી, પ્રતિક્રમણ કરવું અને છેવટે શુભ ભાવથી સ્વાધ્યાય ધ્યાન કરવું. ઘરના આગેવાન માલિક શ્રાવકે, પોતાના ઘરના મનુષ્યોને યથાયોગ્ય અકાયથી પાછા હઠાવવાં. અને ધર્મકાર્યમાં ઉજમાળ થવા ધર્મોપદેશ આપે. વળી તિથિને દિવસે અવશ્ય મિથનનો ત્યાગ કરવો અર્થાત બ્રહ્મચર્ય પાળવું. બની શકે ત્યાં સુધી વિષયથી વિરક્ત રહેવું. શયન કરવાના (સુવાના) અવસરે અરિહંતાદિ ચાર શરણ (1. અરિહંતનું શરણું 2. સિદ્ધનું શરણ. 3. સાધુનું શરણુ, 4. ધર્મનું શરણુ આ ચાર શરણ) કરવાં, સાવદ્ય (પાપવાળા) વ્યાપારનો ત્યાગ કરી, પંચ પરમેષ્ઠી મહામંત્રનું સ્મરણ કરતાં થોડી નિદ્રા લેવી. નિદ્રા દૂર થતાં જ ક્રિપાક ફળની ઉપમાવાળા વિષયસુખના સંબંધમાં વિચારણા કરી જેમ બને તેમ તેનાથી વિરક્ત થવા પ્રયત્ન કરો, અને મોક્ષમાર્ગમાં સહાયભૂત ચારિત્ર સ્વીકાર કરવા સંબંધી છે ઉત્તમ મનેરો કરવાં. આ પ્રમાણે પ્રતિદિવસ (નિરંતર ) ક્રિયા કરનાર મનુષ્ય ગૃહસ્થાવાસમાં રહેવા છતાં પણ મોક્ષસુખને પોતાની નજીકમાં લાવી મૂકે છે. Jun Gun Aaradha! P.P Ac. Gunratnasuri M.S. ? ! 133 માં ~ -~~