Book Title: Rajkumari Sudarshana Charitra Yane Samali Vihar
Author(s): Devendrasuri, Vijaykesharsuri
Publisher: Muktichandra Shraman Aradhana Trust
View full book text
________________ - સુદર્શન 131 . તેનાથી મને શું ફાયદો કે ગેરફાયદો થાય છે કે થવાનું છે? ઈત્યાદિ બાબતોને ઘણી બારીકાઈથી વિચાર કરવો. તેમાં કેટલોક વખત પસાર કરી પોતાની ભૂલ સુધારી, યા આજના દિવસને માટે આ પ્રમાણે જ વર્તન કરવું, વગેરે નિશ્ચય કરી છે આવશ્યક (પ્રતિક્રમણ) કરવાં. છ. આવશ્યક આ પ્રમાણે છે પાપના વ્યાપારની નિવૃત્તિરૂપ બે ઘડી પર્યત સમભાવે રહેવું. રહેવાને નિર્ણય કરવો યા નિયમ કરે તે સામાયિક. 1. ચોવીસ તીર્થંકરદેવની સ્તુતિ કરવી. ગુરુને વંદન કરવું. 3. રાત્રિમાં થયેલ પાપને યાદ કરી તેમજ ગૃહસ્થધર્મને લાયક અંગીકાર કરેલ બાર વ્રતમાં જે જે દૂષણરૂપ અતિચાર અજાણતાં કે જાણતાં સહસા લાગી ગયાં હોય તેની માફી માગવી, ફરી તેમ ન થાય તે માટે દઢ નિશ્ચય કરવો. 4. લાગેલા પાપના પ્રાયશ્ચિત્ત નિમિત્તે કાઉસગ્ગ ( અમુક વખત સુધી ધ્યાનસ્થ રહી પરમાત્માના ચિંતન સ્મરણ કરવારૂપ) કરવો. 5. અને આવતાં કર્મ અટકાવવા નિમિત્તે યથાશક્તિ પચ્ચખાણ (નિયમ તપશ્ચર્યા) કરવું. 6. આ છ આવશ્યક કરવા લાયક હોવાથી તેને આવશ્યક કહે છે. ત્યારપછી સૂર્યોદય થતાં જ સ્નાન કરી, શ્વેત વસ્ત્ર પહેરી, મુખકેશ બાંધી ગૃહચૈત્ય (ઘર દેરાસરમાં રહેલા પ્રતિમાજી)ની પૂજા કરે. : - ત્યાર પછી ઋદ્ધિવાન શ્રાવક હોય તે આડંબરથી અને સામાન્ય શ્રાવક પોતાના વિભવ અનુસારે શહેર કે ગામમાં આવેલા મોટા ચૈત્યમાં (દેરાસરમાં) પૂજા કરવા માટે જાય. Jun Gun Aaradhak Trust n 131 | P.P.AC. Gunratnasuri MS