Book Title: Rajkumari Sudarshana Charitra Yane Samali Vihar
Author(s): Devendrasuri, Vijaykesharsuri
Publisher: Muktichandra Shraman Aradhana Trust
View full book text
________________ સુદરશના 126 વળી ગૃહસ્થોએ મધ, મદિરા, માંસ, માખણ, પંચુંબરી (પાંચ પ્રકારના ટેટા) અને રાત્રિભોજનને ત્યાગ કરવો જોઈએ. જીવાજીવાદિ પદાર્થોને જાણી તેની સદૂહણ કરવી જોઈએ. જીવાજીવાદિ નવ પદાર્થોને જાણ્યા સિવાય વ્રત, તપ, નિયમાદિ જોઈએ તેવું ઉત્તમ ફળ આપતાં નથી. વરસ્વધર્મને જાણ્યા સિવાય તેનું ગ્રહણ કે ત્યાગ યોગ્ય રીતે બનવું અશકય છે. રાજન ! તે માટે હું તમને જીવાજીવાદિ પદાર્થની સામાન્ય સમજૂતી કરાવું છું. જીવ બે પ્રકારના છે. સંસારી તથા કર્મ બંધનથી મુકાયેલા. કર્મ બંધનથી મુક્ત થયેલા જી જન્મ, મરણાદિ, આધિ વ્યાધિથી મુક્ત થઈ નિરંતર જ્ઞાનાનંદમાં મગ્ન રહે છે. તેઓને કઈ પણ વખત જન્મ લેવો પડતો નથી, કેમકે જન્મનું કારણ કર્મબીજ છે, તે કર્મબીજ તેઓએ સર્વથા ભસ્મીભૂત કરેલ હોવાથી તેમાંથી ફરી જન્માંકરાઓ ઉત્પન્ન થઈ શક્તા નથી. તેઓ મુક્તાત્મા કહેવાય છે. બીજો ભેદ જે સંસારી જીવોને છે, તે અષ્ટકર્મથી બંધાયેલ હોવાથી જન્મ મરણ કર્યો કરે છે. તે સંસારી જી ઇંદ્રિયાદિ ઉપાધિભેદથી બે પ્રકારના ગણાય છે. એક ત્રસ અને બીજા સ્થાવર. જેઓ દુઃખાદિથી ત્રાસ પામે છે. એટલે તડકેથી છાયાએ આવે છે, છાયાથી તડકે જાય છે, જેને સુખ દુ:ખાદિકનું સ્પષ્ટ ભાન થાય છે તે ત્રસ જીવ કહેવાય છે, . Ac. Gunratrasuri M.S. Jun Gun Aaradhak Tre | 126 |